Wednesday, July 22, 2026

અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ઉનાળુ વેકેશનને લઇ કાંકરિયા લેકફ્રન્ટ સોમવારે ખુલ્લું રહેશે, AMCનો મહત્વનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રમત-ગમતના શોખીનો અને ખાસ કરીને ઉનાળાના વેકેશનની રાહ જોતા પરિવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણય મુજબ, શહેરનું લોકપ્રિય પ્રવાસન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ હવે સોમવારે પણ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. આ ફેરફાર વેકેશનના સમયગાળા દરમિયાન લોકોની ભીડ અને મનોરંજનની જરૂરિયાતને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, સામાન્ય રીતે, જાળવણી અને સાફ-સફાઈના હેતુથી કાંકરિયા લેકફ્રન્ટ દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવતું હોય છે. પરંતુ હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું હોવાથી, ૨૭ એપ્રિલથી લઈને 8 જૂન સુધીના તમામ સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ સત્તાવાર રીતે ખુલ્લું રહેશે. આ સમયગાળા દરમિયાન બાળકો અને મોટેરાઓ અઠવાડિયાના તમામ સાતેય દિવસ અહીંના વિવિધ આકર્ષણોનો આનંદ માણી શકશે. કોર્પોરેશનનો આ નિર્ણય પ્રવાસીઓની સુવિધામાં વધારો કરશે અને ખાસ કરીને જે પરિવારો સોમવારે રજા ધરાવતા હોય તેમને ફરવા માટે ઉત્તમ સ્થળ મળી રહેશે.

અમદાવાદ મનપા તરફથી સામે આવી રહેલી માહિતી મુજબ આગામી તા. 27-04-2026, તા. 04-05-2026, તા. 11-05-2026, તા. 18-05-2026, તા. 25-05-2026, તા. 01-06-2026 તથા તા. 08-06-2026ના રોજ સોમવાર હોવા છતાં કાંકરિયા લેકફ્રન્ટ સહિતના પરિસરમાં આવેલા તમામ મુખ્ય આકર્ષણો ખુલ્લા રહેશે.આ નિર્ણય હેઠળ કાંકરિયા લેકફ્રન્ટ, કિડ્સ સિટી, નોક્ટર્નલ ઝૂ (પ્રાણી સંગ્રહાલય), બાલવાટિકા, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રિએશન પ્રવૃત્તિઓ નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે.

ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો અને પરિવાર સાથે ફરવા આવતા નાગરિકોને વધુ સમય અને સુવિધા મળી રહે તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને આ વિશેષ સુવિધાનો પૂરતો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...