Thursday, September 17, 2026

સોલા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો વાહન ચોરીનો ભેદ; એક શખ્સની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને વાહન ચોરીના ગુનાઓ સામે કાર્યવાહી કરતાં એક બાઈક ચોરને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી સોલા વિસ્તારમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

રિપોર્ટ મુજબ, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એન. ભુકણની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતા આર.સી. ટેકનિકલ રોડ પર શ્રીરામ ભાજીપાઉ સામે રોડ પરથી એક શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન તેની પાસેથી હોન્ડા કંપનીનું એક્ટિવા પ્રકારનું મોટરસાયકલ નંબર GJ-12-BK-4568 મળી આવ્યું હતું, જે અગાઉ ચોરી થયેલું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી રમજાન ઉર્ફે અરમાન ઉર્ફે પડુી ઈમામબક્ષ મન્સુરી (ઉં.વ. 29), રહે. જુહાપુરા, અમદાવાદને ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ તા. 8 મે થી 9 મે 2026 દરમિયાન કારગિલ AMTS બસ સ્ટેન્ડ સામે સોલા એલિવેટેડ બ્રિજ નીચે પાર્ક કરાયેલ બાઈકની ચોરી કરી હતી. ચોરાયેલ વાહનની કિંમત અંદાજે રૂ.12 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે.પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તે અન્ય કોઈ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ ?.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...