Friday, November 6, 2026

અમદાવાદમાં દિવાળીને લઈને AMC એક્શનમાં, ફાયર બ્રિગેડ અને હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી દિવાળી તહેવારની વ્યવસ્થા અને સુરક્ષા અંગે ચર્ચા કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે માહિતી આપતા કહ્યું કે, દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે ફાયર બ્રિગેડ તથા હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, AMC ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવાર દરમિયાન આગની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ મોડ પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ સ્થળે આગની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ ઉપરાંત, કોઈ અનિચ્છનીય ઘટના બને અને નાગરિકોને તાત્કાલિક તબીબી સારવારની જરૂરિયાત ઊભી થાય તો તેનો સામનો કરવા માટે મ્યુનિસિપલ હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડબાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતા અને અગ્નિ સુરક્ષા માટે પણ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. તહેવારોમાં રસ્તાઓ પર લોકો ફટાકડા ફોડતા હોવાથી ફટાકડાનો કચરો એકત્ર થાય છે, જેને દૂર કરવા માટે રાત્રિના સમયે જ કચરાની સફાઈ કરીને રસ્તાઓ સ્વચ્છ રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ કે તબીબી કટોકટી વખતે નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ હોસ્પિટલના સ્ટાફને પણ સ્ટેન્ડબાય પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...