Thursday, September 17, 2026

અમદાવાદમાં એક માતાએ પોતાના પુત્રનું ભવિષ્ય બચાવવા માટે જ્વેલર્સમાં કરી લાખોની ચોરી

spot_img
Share

અમદાવાદ : કહેવાય છે કે માતા પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે છે, પરંતુ અમદાવાદમાં એક માતાએ પોતાના પુત્રનું ભવિષ્ય બચાવવા માટે ગુનાનો રસ્તો પસંદ કર્યો. માણેકચોકના જાણીતા જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ નજર ચૂકવી લાખોના સોનાના દાગીનાની ચોરી કરી હતી. જોકે, ખાડિયા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

રિપોર્ટ મુજબ, આ ઘટના અંગે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં માણેકચોકમાં જ્વેલર્સ માલિકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની માયશા જ્વેલ્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાનમાં રોજની જેમ તેઓ દુકાને હાજર હતા, ત્યારે એક અજાણી મહિલાએ દુકાનમાં સેલ્સમેનને વાતોમાં ભોળવીને સોનાની બંગડીઓની ચોરી લીધી હતી.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ખાડિયા પોલીસે ગીતા મંદિર નજીકથી તેની ધરપકડ કરી છે.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહિલાનો પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેનો પુત્ર ધોરણ 9 માં અભ્યાસ કરે છે. પુત્રની સ્કૂલ અને હોસ્ટેલની ફી ન ભરાતા તેને કાઢી મૂકવાની નોબત આવી હતી. આ આર્થિક સંકળામણ દૂર કરવા અને પુત્રની ફી ભરવા માટે તેણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. એટલું જ નહીં, તેણે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ‘કલ્યાણી ગોલ્ડ પેલેસ’માં પણ રૂ. અઢી લાખની બંગડીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...