Saturday, May 16, 2026

પાણીપુરી લવર્સ સાવધાન ! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ 10 હજારનો દંડ અને લારી જપ્ત કરાઈ

spot_img
Share

અમદાવાદ : જો તમને પણ બહારની પાણીપુરી ભાવતી હોય તો ચેતી જજો! કારણ કે અમદાવાદમાં એક યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા એએમસીનું ફ્રૂડ વિભાગ ખરાઈ કરવા માટે સ્થળ પર પહોંચ્યું હતું. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની તપાસ બાદ લારી જપ્ત કરાઈ છે. અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

રાણીપ વિસ્તારમાં ડી માર્ટ પાસે એક પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હોવા અંગેનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે રાણીપ ડી માર્ટ પાસે ક્રિષ્ના ભેળ પાણીપુરીવાળો ઉભો રહે છે. ગઇકાલે 15 મે શુક્રવારના રોજ એક યુવતી તેની માતા સાથે પાણીપુરી ખાવા માટે ત્યાં સાંજના સમયે 6:30 વાગ્યે પહોંચી હતી. યુવતી અને તેની માતાએ પાણીપુરી ખાધી હતી. જેમાં પાણીપુરી ખાતા સમયે એક વખત પાણીપુરીમાંથી વાળ આવ્યો હતો પરંતુ તેમને કંઈ કહ્યું નહોતું, જે અમારી ભૂલ હતી.

રાણીપ ડિમાર્ટ પાસે પાણીપુરીમાંથી હાડકુ નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં યુવતીએ જણાવ્યું હતું કે, પહેલા પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જે બાદ બીજી પાણીપુરીમાંથી અચાનક હાડકું નીકળ્યું હતું. જે બાબતની જાણ યુવતીએ પાણીપુરીની લારીવાળાને કરતા તેણે કહ્યું કે હાડકુ નથી લાકડું છે. જે બાદ યુવતી દ્વારા અન્ય બે-ત્રણ લોકોને લાકડું છે કે હાડકું તે બાબતે પૂછપરછ કરી હતી. લોકોએ હાડકું હોવાનું જણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે એએમસીએ પહોંચ્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ આ બાબતની ફરિયાદ એએમસીના ફ્રૂડ અને એસ્ટેટ વિભાગને મળતા ફ્રૂડ વિભાગની ટીમ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પાણીપુરીવાળાની લારીને જપ્ત કરી હતી. તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સમગ્ર બાબતે ફ્રૂડ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ગઈકાલે સોશિયલ મીડિયા મારફતે પાણીપુરીમાંથી હાડકુ નીકળ્યાનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોની આધારે અમે બપોરે તપાસ હાથ ધરી હતી. જેમાં પાણીપુરીની લારી વાળાની બેદરકારી જણાઈ આવી હતી. જેના પગલે એએમસી દ્વારા પાણીપુરીની લારીવાળા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...