Tuesday, May 19, 2026

નવરંગપુરામાંથી ચોરી થયેલ એક્સેસ સ્કૂટર સાથે રીઢો ગુનેગાર ગણતરીના દિવસોમાં ઝબ્બે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-1 ની ટીમને મોટી સફળતા મળી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ એક સુઝુકી એક્સેસ મોટરસાયકલ સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો છે.આરોપી સામે અગાઉ પણ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

રિપોર્ટ મુજબ, એલસીબી ઝોન-1ના પો.ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે અનમોલ રાજેશભાઈ યાદવ (ઉં.વ. 22), રહે. ચાણક્યપુરી સેક્ટર-5, સોલા, અમદાવાદ અને મૂળ વતન ઇટાવા, ઉત્તર પ્રદેશને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી સુઝુકી કંપનીનું કાળા રંગનું એક્સેસ સ્કૂટર કબજે કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 35,000 હોવાનું પોલીસે જણાવ્યું છે. વાહન પર નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અનમોલ યાદવ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરી અને હત્યા અને અપહરણના ગુનાઓ નોંધાયેલા છે.

આ પ્રશંસનીય અને સફળ કામગીરીમાં LCB ઝોન-૧ ના PSI જી. કે. ચાવડા, ASI મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ડાહ્યાભાઈ, કિરણકુમાર અંબાલાલ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગંગારામભાઈ રૂપસીભાઈ, દેવેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ અને કમલેશ અમરશીભાઈ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...