અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ની ફાઇનલમાં, ગુજરાત ટાઇટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા પછી, વોશિંગ્ટન સુંદરની અડધી સદી (50)ની મદદથી RCBને 8 વિકેટ ગુમાવીને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોહલીની અડધી સદીને કારણે RCBએ 18 ઓવરમાં 5 વિકેટે જીત મેળવી હતી.અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું.
વર્ષ 2025માં ટાઇટલ જીત્યા બાદ 2025માં પણ એજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી પોતાના નામે કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ સ્થાપ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને RCB હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ, જેમણે અગાઉ 2010-11 અને 2019-20માં બેક-ટુ-બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નો ખિતાબ જીતી લીધો છે. RCB સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે કચડી નાખ્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCBએ 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી.
IPLના ઇતિહાસમાં RCB એવી માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 સીઝન આઈપીએલની ટ્રોફી જીતી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે 2010-2011 અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 2019-2020માં સતત 2 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. હવે બેંગલુરુએ 2025 પછી 2026નો ખિતાબ પણ જીતીને આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.


