Thursday, September 17, 2026

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં ગેરકાયદે બાંધકામો રીડેવલપમેન્ટમાં સૌથી મોટો વિલન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, વાડજ અને સોલા સહિતના વિસ્તારોમાં અનેક હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટાભાગની સોસાયટીઓમાં ગેરકાયદે વધારાના બાંધકામો રીડેવપમેન્ટમાં સૌથી મોટા વિલન તરીકે સાબિત થઈ રહ્યા છે.

હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓમાં તમામ મકાનો ગ્રાઉન્ડ ફલોર પ્લસ 2 એમ કુલ ત્રણ માળના છે.એટલે કે 33 ટકા ગ્રાઉન્ડ ફલોર,33 ટકા ફસ્ટ ફલોર અને 33 ટકા સેકન્ડ ફલોર પર આવેલ છે.

ગ્રાઉન્ડ ફલોરની વાત કરીએ તો મકાન અને દુકાનદારો 33 ટકા જમીન પર વધારાના ગેરકાયદે બાંધકામ કરીને વિરોધ કરે તો નિયમ મુજબ 75 ટકા સંમતિ મેળવી અઘરી થઈ જાય છે અને રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકે છે.

રીડેવલપમેન્ટના એક્સપર્ટના મત મુજબ, 33 ટકા જમીન ઉપર મકાનો અને દુકાનો વાળા કબજાે કરી ગેરકાયદેસર વધારાના બાંધકામ કરી બેઠેલા છે.તેમની સામે સરકાર અને તંત્ર લાલ આંખ કરે તો લેન્ડ ગ્રેબીંગના કાયદાનું પાલન કરાવે તો રીડેવલપમેન્ટ સારી રીતે થઈ શકે.

એક આગેવાનના મત મુજબ, સામાન્ય નાગરિકોમાં રીડેવલપમેન્ટમાં અપૂરતુ જ્ઞાન અને લાલચના કારણે 33 ટકા ગ્રાઉન્ડ ફલોર ઉપર રહેલા અને ગેરકાયદે બાંધકામ કરી અડ્ડો જમાવી બેસેલ દુકાનદારો લોભામણી અને લાલચો વાળી વાર્તાઓ કરી અન્ય સભ્યોને ગેરમાર્ગે દોરે છે.

એક દુકાનદારે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં સંમતિ રહીશો આપી દે છે. પરંતુ દુકાનદારો એટલે વિરોધ કરે છે કે તેમનો ધંધો બંધ થઈ જાય છે, બીજી જગ્યાએ કે નજીકમાં ફરીથી જુના ધંધાનો સ્થાપવું અઘરુ થઈ શકે છે.લોકો ગેરમાર્ગે દોરતા હોવા છતાં અંગત સ્વાર્થે પણ દુકાનદારો રીડેવલપમેન્ટનો વિરોધ કરતા હોય છે.

છેલ્લે સમજવાની વાત કરીએ તો 2 મીટરના કાપડમાંથી 3 વ્યક્તિઓના ઝભ્ભા સિવાય નહી એ દરેક સભ્યે સમજવું જાેઈએ…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...