Thursday, September 17, 2026

ઘાટલોડિયાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટના 500થી વધુ રહેવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલટી સહિતની તકલીફોથી પીડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી એપાર્ટમેન્ટમાં દૂષિત પાણીની સપ્લાય થઈ રહી હતી. પાણીની લાઈનમાં ભંગાણ થયાની જાણ પણ સ્થાનિકોએ અગાઉથી AMCને કરી હતી, પરંતુ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ રહેવાસીઓ લગાવી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં કુલ 386 મકાનો આવેલા છે અને મોટી સંખ્યામાં લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને નાના બાળકોમાં પણ બીમારીના લક્ષણો જોવા મળતા માતા-પિતામાં ચિંતા વધી છે.

રોગચાળાની માહિતી મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી. ટીમ દ્વારા રહેવાસીઓના આરોગ્યની તપાસ, જરૂરી સારવાર અને પાણીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નગરસેવાઓની કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. AMC દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનું પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતા લોકો બીમાર પડ્યા છે. સ્થિતિની ગંભીરતા જોઈ મેયર હિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.

એક જ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. હાલ તંત્ર દ્વારા રોગચાળાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, જ્યારે રહેવાસીઓએ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...