Saturday, June 13, 2026

ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા માર્ગના નવીનીકરણની 95 ટકા કામગીરી પૂર્ણ, રૂટને વધુ આકર્ષક અને આધુનિક બનાવાશે

spot_img
Share

અમદાવાદ : શહેરના મધ્ય ઝોનમાં આવેલ ઐતિહાસિક શ્રી જગન્નાથજી મંદિરથી દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રામાં અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડે છે. રથયાત્રા મધ્ય ઝોનના અંદાજે 12 કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થાય છે.

રથયાત્રા માર્ગને વધુ સુવિધાસભર, આકર્ષક અને આધુનિક બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર ચાર રસ્તાથી શ્રી જગન્નાથજી મંદિર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસિપલ ઓફિસ કેમ્પસ (દાણાપીઠ) સુધીના અંદાજે 1,200 મીટર લાંબા માર્ગના નવીનીકરણ અને સૌંદર્યીકરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત જમાલપુર ચાર રસ્તાથી શ્રી જગન્નાથજી મંદિર સુધીના માર્ગ પર પ્લાન્ટેશન સાથે સેન્ટ્રલ મેરિડીયન, સેન્ટર લાઇટિંગ, ગ્રીન પેચ તેમજ કોટા અને ગ્રેનાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથે સુવિધાયુક્ત ફૂટપાથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, મંદિરના પ્રવેશદ્વારથી મંદિરના ગેટ નંબર-2 તથા સમગ્ર પ્લાઝા વિસ્તારમાં કલાત્મક પેવિંગ અને આકર્ષક લાઇટિંગ સાથે વિશાળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ અને ખમાસા ચાર રસ્તા જેવા મહત્વના જંક્શનોનું પુનઃડિઝાઇનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ટેબલ ટોપ, આઇલેન્ડ, શિલ્પકૃતિઓ (સ્કલ્પચર), પ્લેસ મેકિંગ, સેન્ટ્રલ વર્જ, હેંગિંગ લાઇટ્સ સહિતના વિવિધ વિકાસ અને સૌંદર્યીકરણના કાર્યોનો સમાવેશ થાય છે.

રૂ. 19.59 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ સમગ્ર પ્રોજેક્ટનું હાલમાં અંદાજે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીનું કાર્ય પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આગામી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા રૂટ પૈકી જમાલપુર વોર્ડમાં 1110 મીટર, ખાડીયા વોર્ડમાં 4620 મીટર, શાહીબાગ વોર્ડમાં 1220 મીટર, દરિયાપુર વોર્ડમાં 3640 મીટર તેમજ શાહપુર વોર્ડમાં 120 મીટર તથા ઉત્તર ઝોન સરસપુર વોર્ડમાં 1150 મીટર મળી કૂલ 13.01 કિલો મીટરનો રૂટ આવે છે. જે પૈકી જમાલપુર ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા સુધીના રથયાત્રા રૂટ ડેવલોપ કરવાની કામગીરી હાલ ચાલુ છે.

આ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ રથયાત્રા માર્ગ વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આકર્ષક બનશે તેમજ લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાજનક અનુભવ પ્રાપ્ત થશે. સાથે જ શહેરના આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારમાં આધુનિક શહેરી સુવિધાઓ અને સૌંદર્યીકરણનો પણ ઉમેરો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...