Saturday, June 13, 2026

સોલા હાઇકોર્ટ પોલીસે છેતરપિંડીના બે ગુનામાં છેલ્લા 8 મહિનાથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડની ટીમે એક સરાહનીય કામગીરી કરીને છેલ્લા આઠેક માસથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.

રિપોર્ટ મુજબ, સોલા હાઈકોર્ટ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ તથા તેમની ટીમે સોલા આર.સી. ટેકનિકલ રોડ પર વિવાંતા હોટલ સામે જાહેર માર્ગ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના બે ગુનાઓમાં કાર્યવાહી ચાલી રહી હતી અને તે પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો.

પકડાયેલ આરોપીની ઓળખ દક્ષિત ઉર્ફે રાજન ભગાભાઈ દેસાઈ (ઉંમર 30 વર્ષ), રહે. ચામુંડા નગર વિભાગ-2, ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ તરીકે થઈ છે. તે વ્યવસાયે ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે. તેનો મૂળ વતન બિલિયા ગામ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ છે.આરોપી સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 અને 2026 દરમિયાન નોંધાયેલા બે ગુનાઓ વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. એસ.જે. દેસાઈ સહિત પોલીસ સ્ટાફના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...