Saturday, June 13, 2026

વાડજ પોલીસની બે નોંધપાત્ર સફળતા : ઘરફોડ ચોરી અને એક્ટિવા ચોરીના ગુનાઓ ઉકેલાયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વાડજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ ટીમે ઘરફોડ ચોરી અને એક્ટિવા ચોરીના ગુનાઓ એમ બે અલગ-અલગ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી નોંધાવી છે.

પ્રથમ બનાવમાં વાડજ પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને ઘરમાં સાફ-સફાઈ કરવાના બહાને પ્રવેશ મેળવી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન કમલેશ અમરા કીર (ઉ.વ. 24) અને ગોવિંદ શંકર કીર (ઉ.વ. 23) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી આશરે રૂ. 3.42 લાખની કિંમતની સોનાની મગમાળા તથા રોકડ રકમ મળી કુલ રૂ. 3,42,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

બીજા બનાવમાં વાડજ પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને છેલ્લા આઠેક માસથી અનડિટેક્ટ રહેલા એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ, ANPR સિસ્ટમ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા ઇલામ દસ્તગીર યાકુબભાઈ શેખ (ઉ.વ. 35)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ચોરી થયેલી હોન્ડા એક્ટિવા (નં. GJ-01-MB-2762) કબજે કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 15 હજાર હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ બંને સફળ કામગીરી વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયા તથા પો.સબ.ઇન્સ્પેક્ટર જી.આર. આલ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વાડજ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહિ એ દિશામાં તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...