Thursday, November 5, 2026

અમદાવાદ શહેરની હદ બહાર ફાયર ચાર્જમાં વધારો, હવે આ સેવાઓ માટે ચૂકવવા પડશે વધુ રૂપિયા..!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની હદની બહાર ફાયર અને ઇમરજન્સી સર્વિસના દરમાં કરવામાં આવેલા ધરખમ વધારાને લઈને શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઈ છે. આ નિર્ણયો ખાસ કરીને મ્યુનિસિપલ હદની બહારની સેવાઓ માટે લેવામાં આવ્યા છે, જેનાથી નાગરિકો અને ઉદ્યોગો પર આર્થિક બોજ વધશે.

રિપોર્ટ મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરની અંદર બનતી કોઈપણ આકસ્મિક ઘટનામાં નાગરિકો પાસેથી કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.પરંતુ મ્યુનિસિપલ હદની બહાર ફાયર અને રેસ્ક્યુ વાહનોની સેવા લેવા માટે નાગરિકોએ જૂના ₹1,000ના બદલે ₹1,600 ચૂકવવા પડશે. આ ઉપરાંત, આગ હોલવવા માટે જરૂરી B.A. સિલિન્ડરના વપરાશનો ચાર્જ પણ ₹100થી ત્રણ ગણો વધારીને ₹300 કરી દેવામાં આવ્યો છે. આ સુધારાઓ દ્વારા ફાયર વિભાગ તેની સેવાઓના સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે વધુ આર્થિક સધ્ધરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ નવી નીતિમાં સૌથી નોંધપાત્ર બાબત કેમિકલ અને ગેસ લીકેજ જેવી ગંભીર સ્થિતિઓ માટે અલગથી ચાર્જ વસૂલવાનો નિર્ણય છે, જે અગાઉ સ્પષ્ટ નહોતો. આ ઉપરાંત, હવે ફાયર સેવા દરમિયાન ઉપયોગમાં લેવાતા સ્ટાફનું ભથ્થું અને ઇંધણનો ખર્ચ પણ અલગથી વસૂલવામાં આવશે. ફાયર સિલિન્ડર અને રેસ્ક્યુ વાહનોના ભાડામાં થયેલા આ વધારા સાથે, હવે કોઈપણ કટોકટીના સમયે ફાયર બ્રિગેડની મદદ લેવી મોંઘી પડશે.

કોઈ આકસ્મિક ઘટના બને અને કોઈ જાગૃત નાગરિક (જેનો ઘટના સાથે સીધો સંબંધ નથી) ફાયર બ્રિગેડને ફોન કરીને સૂચના આપશે, તો તેને ‘બિનવારસદાર કોલ’ ગણીને તેની પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં. જોકે, કંટ્રોલ રૂમમાં તે નાગરિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નોંધવાનો રહેશે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જો અસલી વારસદાર કે મિલકત માલિકની ઓળખ થાય, તો કાયદા મુજબ ચાર્જ તે માલિક પાસેથી જ વસૂલવામાં આવશે.

વધુ વિગતો માટે AMCની સત્તાવાર વેબસાઇટ કે ફાયર વિભાગનો સંપર્ક કરી શકાશે. AMCનું આ પગલું વહીવટી સ્તરે ખર્ચ ઘટાડવા અને સેવાઓને વધુ વ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવ્યું હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે. જોકે, આ વધારાને કારણે ખાનગી એકમો અને મ્યુનિસિપલ હદની બહાર સ્થિત વિસ્તારો પર મોટો આર્થિક બોજ પડશે તે નિશ્ચિત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...