Thursday, November 5, 2026

મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જઈ લગ્ન કરનારા ચેતો, આદિત્ય પટેલ બની 20 હિન્દુ યુવતીને ફસાવી!

spot_img
Share

અમદાવાદ : મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી પ્રોફાઇલના આધારે લગ્ન કરનારાઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક વિધવા મહિલાએ મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામના યુવાનનો સંપર્ક કર્યો. બંને ચાર-પાંચ મહિના સુધી સંપર્કમાં રહ્યા. એક દિવસ, જ્યારે આદિત્યએ ફોન કર્યો, ત્યારે મહિલાના ફોન પરના ટ્રુકોલર આઈડીમાં “કર્મી” નામ દેખાયું, છેતરાયાનો અહેસાસ થયા બાદ મહિલાએ બેસી રહેવાના બદલે કરીમનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતુ.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાને મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ નામનો એક માણસ મળ્યો. આદિત્ય પટેલે પોતાને વિધુર (જેની પત્નીનું અવસાન થયું હતું) તરીકે ઓળખાવ્યો. તેણે દાવો કર્યો કે તેનો પ્લાસ્ટિકનો વ્યવસાય છે અને તેણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેણે આદિત્ય પટેલના નામે પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ બતાવ્યું. મહિલા અને આદિત્ય પટેલ ચારથી પાંચ મહિના સુધી સંપર્કમાં રહ્યા. મહિલા ફોન પર આદિત્ય સાથે વાત કરતી હતી. એક દિવસ, જ્યારે આદિત્યએ તેને ફોન કર્યો, ત્યારે ટ્રુકોલર પર ‘કરિમ’ નામ આવ્યું, જેનાથી તે ચોંકી ગઈ. મહિલાને શંકા ગઈ અને તે આદિત્યના દસ્તાવેજો પર દર્શાવેલ સરનામે ગઈ. તપાસ કરતાં તેણીને ખબર પડી કે આદિત્ય નામનું કોઈ ત્યાં રહેતું નથી.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયા પછી, મહિલાએ ચૂપ રહેવાને બદલે કરીમનો પર્દાફાશ કરવાનો નિર્ણય લીધો અને બજરંગ દળનો સંપર્ક કર્યો. જ્યારે બજરંગ દળે આદિત્ય પટેલની તપાસ કરી, ત્યારે ખબર પડી કે તેનું સાચું નામ કરીમ સિપાહી હતું, જે કડીનો રહેવાસી હતો. પરિણીત હોવા છતાં વિધુર હોવાનો દાવો કરીને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ પશ્ચિમ મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં આદિત્ય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આદિત્ય પાસેથી આદિત્ય પટેલના નામે બનાવેલા નકલી ઓળખપત્રો પણ મળી આવ્યા છે.

બજરંગ દળે તેનો મોબાઇલ ફોન તપાસ્યો ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાઓના આશરે 8,000 વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા હતા, સાથે કેટલીક મહિલાઓ સાથેની ચેટ પણ મળી આવી હતી. આશ્ચર્યજનક રીતે, આજ સુધી કોઈ મહિલાએ તેની સામે ફરિયાદ નોંધાવી નથી. જ્વલિત મહેતાએ આરોપ લગાવ્યો હતો કે આદિત્ય ઉર્ફે કરીમના મોબાઇલ ફોન પરથી 20 થી વધુ મહિલાઓને પ્રોફાઇલ મોકલવામાં આવી હતી. તે વિધવાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવી રહ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...