અમદાવાદ : અમદાવાદ શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા પ્રશંસનીય કામગીરી કરીને ચોરી થયેલ ઇક્કો ગાડી તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ફોર વ્હીલર કાર સાથે આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નારણપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ તેમજ માનવ બાતમીના આધારે તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન ચોરી કરાયેલ વાહન તથા સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.પોલીસે કબ્જે કરેલું વાહન મારુતિ સુઝુકી ઇકો મોડેલનું છે, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ01KX3701 છે. વાહનનો એન્જિન નંબર G12BN759206 અને ચેસિસ નંબર MA3ERLF1S00775323 હોવાનું જાણવા મળ્યું છે. કબ્જે કરાયેલ વાહનની અંદાજિત કિંમત ₹3.30 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
નારણપુરા પોલીસની આ ત્વરિત અને ટેકનિકલ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે. પોલીસે ચોરી થયેલી આ કાર સાથે ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લીધો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


