Saturday, June 27, 2026

અમદાવાદમાં ફાયર સેફ્ટી ભંગ મામલે 154 હોટલો અને 62 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ અપાતા ફફડાટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ સામે વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નોટિસો ફટકારવામાં આવી છે તેમજ ગંભીર બેદરકારી સામે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, ફાયર વિભાગની તપાસ દરમિયાન શહેરની 154 હોટલોને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 62 શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસોને પણ નિયમોમાં ખામી જણાતા નોટિસ આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર અનેક સ્થળોએ જરૂરી ફાયર સેફ્ટી સાધનો અધૂરા હતા અથવા નિયમ મુજબ જાળવણી કરવામાં આવી નહોતી.

ઝોન પ્રમાણે કાર્યવાહી
ફાયર વિભાગે શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરી છે.

સાઉથ વેસ્ટ ઝોન
20 હોટલોને નોટિસ

સાઉથ ઝોન
13 હોટલોને નોટિસ
3 શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓને નોટિસ

સેન્ટ્રલ ઝોન
27 હોટલોને નોટિસ
8 શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી

નોર્થ વેસ્ટ ઝોન
24 હોટલોને નોટિસ
5 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ
6 હોટલો સીલ

ઈસ્ટ ઝોન
16 હોટલોને નોટિસ
24 શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓને નોટિસ

વેસ્ટ ઝોન
47 હોટલોને નોટિસ
12 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ
7 હોટલો અને 1 શૈક્ષણિક સંસ્થા સીલ

નોર્થ ઝોન
7 હોટલોને નોટિસ
10 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ

અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તેમજ નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે આવી ચકાસણી અને અમલીકરણની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ અને એકમો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...