Thursday, September 17, 2026

અમદાવાદની આ હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ત્રણ શ્રમિકો ગૂંગળાયા, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલા અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્કમાં સોમવાર સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ અર્ધભરેલી ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે ઉતરેલા અન્ય બે શ્રમિકો પણ ઝેરી ગેસના પ્રભાવથી બેભાન થઈ ગયા. જો કે, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણેય શ્રમિકોને મોતના મોંમાંથી બહાર કાઢી લીધા છે.

રિપોર્ટ મુજબ, યુ.એન.મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ગટરના ખાડા)ની સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક બેભાન થઈ ગયો હતો અને અર્ધ ભરેલી ટેન્કમાં નીચે પટકાયો હતો. તેને બચાવવા માટે અન્ય બે વ્યક્તિઓ પણ ટેન્કમાં નીચે ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની અસરના કારણે તેઓ પણ ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને સુવેજના પાણીમાં ફસાઈ ગયા હતા.

ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને એક શ્રમિકને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. જ્યારે બાકીના બે શ્રમિકો ફસાયેલા હોવાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાકીના બંને શ્રમિકોને પણ બહાર કાઢ્યા હતા.

અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મેન્ટેનન્સના કામ દરમિયાન બનેલી એક દુર્ઘટના છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ બેદરકારી હોવાનું સામે આવ્યું નથી.

પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કની અંદર ઝેરી વાયુઓના કારણે શ્રમિકો બેભાન થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સમયસર ફાયર બ્રિગેડની કામગીરી અને રેસ્ક્યૂ ટીમની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...