Wednesday, November 4, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હરિયાળી ઝુંબેશ : ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા’ સંકલ્પ સાથે આગામી 12 જુલાઈ 2026, રવિવારના રોજ મોટા પાયે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના પરિવારના સભ્ય દીઠ એક છોડ વાવવા અને તેના ઉછેરની જવાબદારી લેવા માટે આહવાન કરાયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં 2026-27 દરમિયાન ગાંધીનગર લોકસભા હેઠળ આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં સાણંદ વિધાનસભામાં સૌથી વધુ 52.64 લાખ વૃક્ષ-વાવેતરનું આયોજન કરાયું છે. કલોલ તેમજ ગાંધીનગર (ઉત્તર) જેવા વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરી ગ્રીન કવરને વ્યાપક બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2025 સુધીના સમયગાળામાં કરાયેલા સઘન વાવેતરના પરિણામે આ વિસ્તારની ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારોય થયો છે.

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 94 જેટલા ‘ઑક્સિજન પાર્ક’ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ અને વેજલપુર જેવા વિવિધ વોર્ડમાં ફેલાયેલા આ પાર્કોમાં જાપાનીઝ તકનીક ‘મિયાવાકી’ અને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી ખૂબ ટૂંકા ગાળામાં અર્બન ફોરેસ્ટ ઊભા કરવામાં આવ્યા છે.

આગામી રવિવારે યોજાનારા આ સામૂહિક મહોત્સવમાં જનભાગીદારી વધારવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરાયું છે. આ મહા-અભિયાનમાં જોડાવા અને વૃક્ષારોપણની નોંધણી કરાવવા માટે સત્તાવાર વેબસાઇટ www.gandhinagarloksabha.in પર રજીસ્ટ્રેશન કરાવવા સૌ નાગરીકોને અપીલ કરવામાં આવી છે.આગામી 12 જુલાઈએ યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નાગરિકો પોતાના નજીકના નિર્ધારિત સ્થળે જઈને વૃક્ષારોપણમાં ભાગ લઈ શકશે તેમજ અભિયાન સાથે જોડાવા માટે સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. આયોજકો દ્વારા દરેક નાગરિકને પરિવારના સભ્યોના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેના ઉછેરની જવાબદારી સ્વીકારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...