Friday, July 10, 2026

અમદાવાદમાં પેટ પેરેન્ટ્સ સાવધાન ! ‘પેટ ડૉગ’ પછી હવે ‘ પેટ કેટ ‘ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ! જાણો, AMC નો આ નવો આદેશ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં કુતરાના કરડવાના બનાવોએ ભારે ચર્ચા જગાવી છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે પણ આકરું વલણ અપનાવ્યું છે અને સ્થાનિક સત્તાવાળાઓને આ દિશામાં યોગ્ય પગલાં ભરવા આદેશ કર્યો છે. ત્યારે હવે જો તમે અમદાવાદમાં પાલતુ કુતરાની સાથે જો બિલાડી પણ પાળો છો તો AMCના જણાવ્યા મુજબ તમામ પેટ પેરેન્ટ્સે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરીને પોતાના પાલતુ પ્રાણીનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવવું પડશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ શહેરમાં પાલતુ પ્રાણીઓનો સચોટ ડેટા તૈયાર કરવાનો, રસીકરણ પર નજર રાખવાની અને પાલતુ પ્રાણીઓને લગતા વિવાદો પર નિયંત્રણ લાવવાનો છે.

રિપોર્ટ મુજબ, AMCએ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન રાખી છે જેથી નાગરિકોને કચેરીના ધક્કા ન ખાવા પડે. અરજદારે AMCની સત્તાવાર વેબસાઇટ પર જઈ જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે. અરજી દરમિયાન પાલતુ પ્રાણીનો ફોટોગ્રાફ, વેક્સિનેશન સર્ટિફિકેટ, માલિકનો આધાર કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર, મિલકત કરનું બિલ, વીજળીનું બિલ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. ફીની વાત કરીએ તો પાલતુ બિલાડીના રજિસ્ટ્રેશન માટે 200 અને પાલતુ શ્વાન માટે 2000 ફી નક્કી કરવામાં આવી છે. અરજી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ માલિકને સત્તાવાર રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે.

અમદાવાદમાં ફ્લેટ, સોસાયટી અને બંગલાઓમાં પાલતુ પ્રાણીઓ રાખવાનો શોખ સતત વધી રહ્યો છે. ઘણી વખત પાલતુ શ્વાન અથવા બિલાડીને લઈને પડોશીઓ વચ્ચે મતભેદ અથવા ફરિયાદો પણ સામે આવે છે. આવી પરિસ્થિતિમાં પાલતુ પ્રાણીઓની ઓળખ સરળ બને અને શહેરમાં કેટલા પ્રાણીઓ છે તેની સચોટ માહિતી ઉપલબ્ધ રહે તે માટે AMCએ આ પગલું ભર્યું છે. ઉપરાંત રસીકરણની માહિતી જાળવવામાં પણ સરળતા રહેશે, જેના કારણે પ્રાણીઓમાં ફેલાતી બીમારીઓને નિયંત્રિત કરવામાં મદદ મળશે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ નિર્ણય સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા અને લાગુ નિયમોના પાલનના ભાગરૂપે લેવામાં આવ્યો છે.

AMCએ તમામ નાગરિકોને 30 સપ્ટેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પાલિકાની ટીમો દ્વારા શહેરની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ચકાસણી હાથ ધરવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ પાસે પોતાના પાલતુ બિલાડી અથવા શ્વાનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નહીં હોય, તો તેના સામે દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. તેથી જે લોકો ઘરે પાલતુ પ્રાણી રાખે છે તેમણે છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ઓનલાઈન નોંધણી કરાવી દેવી જોઈએ. સમયસર રજિસ્ટ્રેશન કરાવવાથી નિયમોનું પાલન થશે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...