Thursday, September 17, 2026

સોલા સાયન્સ સિટી રોડ નજીક હુક્કાબાર પર પોલીસનો સપાટો, પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર સાથે બે શખ્સો ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદના હબ ગણાતા એસ.જી. હાઈવે નજીક છારોડી વિસ્તારમાં આવેલા ‘એલીઝીયમ કાફે’ માં ધમધમતા ગેરકાયદેસર હુક્કાબાર પર સોલા હાઈકોર્ટ પોલીસે ઓચિંતા દરોડા પાડીને મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી રૂ. 5,950નો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, સોલા પોલીસને મળેલી બાતમીના આધારે સોલા છારોડી પ્રાચી ફાર્મ ખાતે આવેલા એલીઝીયમ કાફેમાં ગ્રાહકોને હર્બલ ફ્લેવરના નામે નિકોટિનયુક્ત તમાકુવાળા હુક્કા પીવડાવવામાં આવતા હોવાની માહિતી મળી હતી.પોલીસના દરોડા દરમિયાન કાફેમાં મોટાપાયે નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં 7 નંગ ફેન્સી હુક્કા, ફિલ્ટર, પ્રતિબંધિત કેમિકલયુક્ત ફ્લેવર્સ અને હુક્કાબાર ચલાવવા માટે વપરાતી અન્ય ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે. આ આખી રેઇડ બાદ કાફે પરિસરમાં ગ્રાહકો અને સંચાલકો વચ્ચે ભારે નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે આરોપી હાર્દિકકુમાર મોહનલાલ પ્રજાપતિ અને મેનેજર વિવેક રામસેવક શર્મા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અને સિગારેટ તેમજ અન્ય તમાકુ ઉત્પાદન પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મોડી રાત સુધી ચાલતા કાફે કલ્ચરની આડમાં નશાનો વેપાર કરતા તત્વો સામે આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. સોલા હાઈકોર્ટ પોલીસે આ કાફેમાં નશાની સામગ્રી ક્યાંથી સપ્લાય થતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...