Thursday, August 6, 2026

અમદાવાદ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંગે મહત્વની બેઠક, આ વર્ષે 10 લાખથી વધુ તિરંગા વિતરણનો લક્ષ્યાંક

spot_img
Share

અમદાવાદ : સ્વતંત્રતા દિવસની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે અમદાવાદ શહેરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને સફળ બનાવવા માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી અને શહેર અધ્યક્ષની ઉપસ્થિતિમાં આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન આ વર્ષે અમદાવાદ શહેરમાં 10 લાખથી વધુ તિરંગાના વિતરણનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. શહેરના દરેક વિસ્તાર સુધી અભિયાનનો વ્યાપ વધારવા માટે સંગઠનના કાર્યકરોને સક્રિય બનાવવાની સાથે દરેક પરિવાર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે તે માટે સુનિયોજિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.અભિયાનમાં કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનોનો પણ સહયોગ લેવામાં આવશે.

દરેક વોર્ડમાં તિરંગા યાત્રાનું આયોજન કરીને વધુમાં વધુ લોકો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.અમદાવાદ શહેરનું પ્રતિનિધિમંડળ 10 ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારી તિરંગા યાત્રામાં પણ ભાગ લેશે. બેઠકમાં દરેક ઘર સુધી તિરંગો પહોંચે અને રાષ્ટ્રધ્વજને સ્વાભિમાનના પ્રતિક તરીકે ઘર-ઘર લહેરાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

ગયા વર્ષે અમદાવાદમાં 7 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે દેશભરમાં સાડા સાત કરોડથી વધુ લોકો હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયા હતા. આ વર્ષે આ અભિયાનને વધુ વ્યાપક અને જનભાગીદારીયુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...