Saturday, August 22, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત પ્રવાસે, બોપલ-ઘુમામાં જળબંબાકાર મુદ્દે યોજાશે ભવ્ય લોક દરબાર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પહેલા યોજાઈ રહેલા આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના આંબલી-બોપલ વિસ્તારમાં ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાના સંસદીય વિસ્તારના નાગરિકો વચ્ચે ઉપસ્થિત રહીને રૂબરૂ લોકદરબાર યોજશે અને સ્થાનિકોના પ્રશ્નો તથા સમસ્યાઓ સાંભળશે.

રિપોર્ટ મુજબ, તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ બોપલ અને ઘુમા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સ્થાનિક રહીશોને પડેલી જળબંબાકારની ભારે મુશ્કેલીઓ, ડ્રેનેજ સિસ્ટમ અને વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ અંગે ગૃહમંત્રી સ્થાનિકો પાસેથી સીધો પ્રતિભાવ મેળવશે. તંત્રની ધીમી કામગીરી બાદ હવે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી સ્થાનિક સોસાયટીઓના ચેરમેનો અને સેક્રેટરીઓ સાથે બેઠક યોજશે.નાગરિકો સાથે સીધો સંવાદ કરી તેઓના પ્રશ્નો સાંભળી તેના કાયમી નિરાકરણ માટે સ્થળ પરથી જ તાકીદની સૂચનાઓ આપવામાં આવશે.

આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે આગામી કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036ના ઓલિમ્પિક રમતોત્સવના આયોજન સંદર્ભે ચાલી રહેલી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓનું નિરીક્ષણ અને સમીક્ષા પણ કરશે. અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવા માટે થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે તેઓ અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરશે.

અમદાવાદ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરેલી જિલ્લાની પણ મુલાકાત લેવાના છે. ત્યાં તેઓ વિવિધ વિકાસલક્ષી અને સહકારી ક્ષેત્રના કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ પ્રવાસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...