Friday, August 21, 2026

અમદાવાદમાં બુટલેગરો પર પોલીસનો સપાટો, બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ, 215 કેસ દાખલ, 244 આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી બે દિવસીય સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને સોલા, સાબરમતી અને નરોડામાંથી, ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.પોલીસની આ આક્રમક કામગીરીના કારણે અસામાજિક તત્વો અને ગેરકાયદે રીતે દારૂનો વેપાર કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ તંત્ર દ્વારા તારીખ 18 અને 19 ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં કુલ 215 જેટલા પ્રોહિબિશનના કેસ ચોપડે નોંધાયા છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા કુલ 244 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન ભારતીય બનાવીના બનાવટી વિદેશી દારૂ અને બીયરના કુલ 47 મોટા કેસો શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. વિદેશી દારૂના કાસામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વિદેશી દારૂ તથા બીયરની કુલ 10,885 બોટલો કબ્જે કરી છે. દારૂનો જથ્થો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ 77.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશી દારૂના 168 કેસો શોધી કાઢીને 1,941 લીટર દારૂ કબ્જે કરાયો છે, જેમાં 4.26 લાખનો મુદ્દામાલ પોલીસના હસ્તગત થયો છે.અમદાવાદ પોલીસની બે દિવસની આ સઘન કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સોલા પોલીસે 2,762 બોટલ દારૂ અને બીયર સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાબરમતી પોલીસે 1,740 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. જ્યારે સૌથી મોટી કાર્યવાહી નરોડા પોલીસે કરી હતી, જ્યાં આયશર ટ્રક સહિત 3,840 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 24.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમદાવાદ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આવનાર દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...