Tuesday, October 6, 2026

નારણપુરા સહિત પશ્ચિમના આ વિસ્તારો રીડેવલપમેન્ટનું મોટું માર્કેટ, જાણો કેમ ?

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જૂની રહેણાંક સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે મોટી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ અમદાવાદની આશરે 26 ટકા રહેણાંક સોસાયટીઓ 30 વર્ષથી વધુ જૂની છે. તેમાં 19 ટકા સોસાયટીઓ 30 થી 40 વર્ષ જૂની, જ્યારે 7 ટકા સોસાયટીઓ 40 વર્ષથી વધુ જૂની હોવાનું સામે આવ્યું છે. હાલના સરકારના રીડેવલપમેન્ટ નિયમો મુજબ 25 વર્ષ પૂર્ણ કરનારી રહેણાંક સોસાયટી અથવા બિલ્ડિંગ રીડેવલપમેન્ટ માટે પાત્ર બની શકે છે, જેના કારણે શહેરમાં રીડેવલપમેન્ટનું મોટું માર્કેટ ઊભું થવાની શક્યતા છે.

RERA માં નોંધાયેલા પ્રોજેક્ટ્સના વિશ્લેષણ મુજબ અમદાવાદમાં રીડેવલપમેન્ટ પ્રવૃત્તિ મુખ્યત્વે નવરંગપુરા, પાલડી, વાસણા, મણિનગર, વાડજ અને નારણપુરા જેવા વિસ્તારોમાં કેન્દ્રિત છે. આ પાંચ વિસ્તારોમાં શહેરના કુલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાંથી આશરે 70 ટકા પ્રોજેક્ટ્સ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. પ્રોજેક્ટ્સની સંખ્યાની દૃષ્ટિએ નવરંગપુરા 44 પ્રોજેક્ટ્સ સાથે આગળ છે. ત્યારબાદ પાલડીમાં 36, વાસણામાં 26 અને મણિનગર તથા અન્ય સંબંધિત વિસ્તારોમાં 18-18 પ્રોજેક્ટ્સ નોંધાયા હોવાનું વિશ્લેષણમાં સામે આવ્યું છે.

અભ્યાસ અનુસાર નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા અને વાડજમાં જૂની રહેણાંક સોસાયટીઓનું પ્રમાણ નોંધપાત્ર છે. આ વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા લોકો પોતાનો સ્થાનિક વિસ્તાર છોડવા ઇચ્છતા ન હોવાથી, એ જ સ્થળે આધુનિક સુવિધાઓ સાથે નવા મકાનો આપતું રીડેવલપમેન્ટ મોડલ વધુ આકર્ષક બની રહ્યું છે.રહેવાસીઓને રીડેવલપમેન્ટ બાદ એ જ વિસ્તારમાં નવા મકાનની સાથે પૂરતું પાર્કિંગ, લિફ્ટ, સુરક્ષા અને અન્ય આધુનિક સુવિધાઓ મળે તો તેઓ સ્થળાંતર કરતાં રીડેવલપમેન્ટને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.

અભ્યાસમાં રીડેવલપમેન્ટ અને નિયમનકારી જાેગવાઈઓ વચ્ચેનો સીધો સંબંધ પણ સામે આવ્યો છે. આશરે 45 ટકા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ઝોન હેઠળ આવે છે, જ્યાં અનુમતિપાત્ર FSI 4 સુધી હોઈ શકે છે.રીડેવલપમેન્ટની શક્યતા નક્કી કરવામાં માત્ર સોસાયટીની ઉંમર જ નહીં, પરંતુ પ્લોટનું કદ, રસ્તાની પહોળાઈ અને ઉપલબ્ધ FSI પણ નિર્ણાયક પરિબળો છે. વિશ્લેષણ મુજબ લગભગ 71 ટકા પ્લોટ 2000 ચોરસ મીટરથી નાના છે, જ્યારે 61 ટકા પ્લોટ 18 મીટરથી ઓછા પહોળા રસ્તાઓ પર આવેલા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રીડેવલપમેન્ટમાં સૌથી મહત્વનું પરિબળ પ્લોટ પર ઉપલબ્ધ મહત્તમ FSI અને હાલમાં ઉપયોગમાં લેવાતી FSI વચ્ચેનો તફાવત છે. આ તફાવત જેટલો વધુ હોય, તેટલી જ સોસાયટી અને ડેવલપર વચ્ચે રહેવાસીઓને વધુ સારા અને મોટા મકાન આપવાની વાટાઘાટની શક્યતા વધી શકે છે. ડેવલપર્સ માટે પણ આવા પ્રોજેક્ટ્સ આકર્ષક બની શકે છે, કારણ કે પહેલેથી વિકસિત વિસ્તારમાં રસ્તા, વીજળી, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરિણામે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની સરખામણીએ કેટલાક ખર્ચમાં બચત થઈ શકે છે.

અમદાવાદમાં નવરંગપુરા, પાલડી, વાસણા, મણિનગર, વાડજ અને નારણપુરા વિસ્તારોમાં મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ 30 વર્ષથી વધુ જૂની થઈ રહી છે અને અનેક વિસ્તારોમાં રહેવાસીઓ પોતાના હાલના વિસ્તારમાં જ આધુનિક ઘર મેળવવા માંગે છે. બીજી તરફ ડેવલપર્સ માટે તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિસ્તારોમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ વ્યાવસાયિક રીતે આકર્ષક બની શકે છે.

હાલ રીડેવલપમેન્ટ થોડા પસંદગીના વિસ્તારો સુધી મર્યાદિત છે, પરંતુ જૂની સોસાયટીઓ, FSIની ઉપલબ્ધતા, યોગ્ય પ્લોટ સાઇઝ, રોડની પહોળાઈ અને પાર્કિંગ જેવા પરિબળો અનુકૂળ હોય તો આગામી વર્ષોમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં રીડેવલપમેન્ટ એક મોટું ગ્રોથ સેગમેન્ટ બની શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...