અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળક તસ્કરીના એક ગંભીર મામલાનો પર્દાફાશ કરી એક યુવતી સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સાબરમતી વિસ્તારમાંથી માત્ર એક માસના બાળકનું અપહરણ કર્યું હતું અને તેને નિઃસંતાન દંપતીને વેચવાની યોજના બનાવી હતી.
રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને અન્ય તપાસના આધારે બાળકને શોધવા માટે અલગ-અલગ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. સતત તપાસ બાદ માત્ર 14 કલાકમાં પોલીસે અપહરણ કરાયેલા બાળકને શોધી કાઢ્યું હતું. ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું.ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 માસનું બાળક હેમખેમ મળી આવતાં જ પોલીસે તાત્કાલિક બાળકને તેના વાલીઓને સુપ્રત કરી દીધું હતું, જેથી પરિવારમાં હરખના આંસુ છવાયા હતા.
પોલીસે બાળકને હેમખેમ શોધી કાઢ્યા બાદ તેના માતા-પિતાને સોંપ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક યુવતી સહિત ત્રણ શખ્સોની સંડોવણી સામે આવતાં તેમની ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. પોલીસ હવે આરોપીઓ વચ્ચેની ભૂમિકા અને બાળકના અપહરણ પાછળની સંપૂર્ણ કડી અંગે તપાસ કરી રહી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ બાળકોનું અપહરણ કરી તેમને નિઃસંતાન દંપતીઓને વેચવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.


