Monday, October 5, 2026

અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ ઉપાડતા પહેલા સાવધાન, ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વાડજના યુવક પાસેથી 50 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટફોન યુઝર્સ માટે સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના વાડજ વિસ્તારનો 26 વર્ષીય યુવક સાયબર છેતરપિંડીનો ભોગ બન્યો છે. અજાણ્યા નંબર પરથી ન્યૂડ યુવતીનો વીડિયો કોલ કર્યા બાદ યુવકનો વીડિયો રેકોર્ડ થઈ ગયો હોવાનું કહી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી યુવકને યુટયુબ અને સાયબર ક્રાઇમ સેલના અધિકારી તરીકે ઓળખ આપીને ડિજિટલ એરેસ્ટ કરીને 50 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાની સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાઈ છે.

રિપોર્ટ મુજબ, શહેરના વાડજ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. 3 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે આઠ વાગ્યાના સુમારે પોતાના ઘરે મોબાઇલ ચેક કરી રહ્યો હતો. તે દરમિયાન તેના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો.જે રિસીવ કરતા સામે એક યુવતી નગ્ન હાલતમાં જોવા મળી હતી. જેમાં કોલ કરનારે આશરે બે મિનિટના વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને યુવકને બે વીડિયો મોકલ્યા હતા અને વાઈરલ કરવાની ધમકી આપી હતી અને એક વીડિયો દીઠ 71 હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી એક વીડિયોના નાણાં યુવકે ચુકવી આપ્યા હતા.

થોડા સમય બાદ અન્ય નંબરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે યુટયુબના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકાવ્યો હતો કે, આ વીડિયો અપલોડ થતા સાત વર્ષની કેસની સજા છે અને યુટયુબ પર વીડિયો મોકલાયા છે. જેથી સાયબર ક્રાઇમ પણ તપાસ કરશે, આમ કહીને આરોપીઓ યુવકને ડિજીટલ એરેસ્ટ કરીને ધમકાવીને તેની પાસેથી નાણાંની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. ડરીને યુવકે કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં બીજા 10 લાખ પણ મોકલ્યા હતા. તેમ છંતાય વધુ નાણાંની માંગણી ચાલુ રહેતા યુવકે કંપનીમાં 21 લાખની માંગણી કરતા તેની સાથે થયેલી ઘટના અંગે કંપનીના અધિકારીને જાણ થઇ હતી. છેવટે આ અંગે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...