Sunday, August 23, 2026

અમદાવાદમાં ડુપ્લીકેટ દવાઓના વેચાણ સામે તંત્રની લાલ આંખ : 30 મેડિકલ સ્ટોરમાં તપાસ, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જીવનજરૂરી દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા શંકાસ્પદ બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદેસર દવાઓના વેચાણ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તંત્રને મળેલી બાતમીના આધારે શરૂ થયેલી આ કાર્યવાહી હવે માત્ર એક મેડિકલ સ્ટોર સુધી મર્યાદિત ન રહેતાં દવાની સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચી છે. તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 30થી વધુ મેડિકલ સ્ટોર, ડિસ્ટ્રિબ્યુટર અને દવા એજન્સીઓની તપાસ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, તંત્રને માહિતી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે તા. 19 ઓગસ્ટ, 2026થી અમદાવાદ અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી છે.તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી J.B. Chemical & Pharmaceutical Limited, Bharuchના નામે દર્શાવાયેલી NICARDIA RETARD 10 TABLETS, Batch No. ACG25007નો જથ્થો મળી આવ્યો હતો. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે.

પાર્શ્વ મેડીકલ એજન્સી, પાલડી, અમદાવાદથી Apex Pharma Agency, Bhavnagar મારફતે રોટરી ટીમ્બી મેડીકલ સ્ટોર્સ, ટીમ્બી જી: ભાવનગર ને સપ્લાય કરવામાં આવેલ ઉક્ત દવાની 590 Tablets ટેબ્લેટનો જથ્થો જપ્ત કરેલ છે.

આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ બેચની Nicardia Retard 20 Tablets, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 Tabletsનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ. 1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન પણ સામે આવી છે. તપાસ મુજબ સપ્લાય ચેન નીચે મુજબ છે.
સેના ફાર્માસ, લખનઉ (ઉત્તર પ્રદેશ) → પાર્થ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ → પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ → સાણંદ મેડિકલ સ્ટોર, સાણંદ → લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ સુધી હોવાનું જાણવા મળ્યું છે.

વિવિધ પેઢીઓમાં તપાસ

આ બાબતે અમદાવાદ ,સુરત તથા ભુજ ખાતેની પણ અન્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.
– લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ
– સાણંદ મેડિકલ સ્ટોર્સ, સાણંદ
– પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ
– પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ
– ફાર્મા–365, અમદાવાદ
– કિશન મેડિકલ સ્ટોર, નડિયાદ
– અરિહંત મેડિકલ એજન્સી, સેટેલાઇટ, અમદાવાદ
– જે.એલ.યુ. મેડિકલ એજન્સી, શાહીબાગ, અમદાવાદ
– વર્ધમાન મેડિકલ એજન્સી, અમદાવાદ
– સાગર ફાર્મા એજન્સી, જૂનાગઢ.
– આગમ ગમ ફાર્માસ્યુટિકલ મેઘાણીનગર, અમદાવાદ
– આયુષ મેડિકલ એજન્સી
– સુમેલ ,શાહીબાગ અમદાવાદ
– એશ્યોર હેલ્થ કેર – દરીયાપુર અમદાવાદ
– રિદ્ધિ મેડિકલ એજન્સી , સોલા અમદાવાદ
– પારસ મેડિકલ એજન્સી,એલીસબ્રિજ અમદાવાદ
– ગ્લોબલ ફાર્મા ઘાટલોડિયા અમદાવાદ
– ગિરિરાજ હેલ્થ કેર પાલડી, અમદાવાદ
– કે એમ ડિસ્ટ્રીબ્યુટર એલીસબ્રિજ ,અમદાવાદ
– મેરુ ફાર્મા સુરત
– શ્યામ ડ્રીસ્ટ્રીબ્યુટર ,સુરત
– સંજીવની મેડિકલ ગાંધીધામ,ભુજ
– એપેક્ષ ફાર્મા ,ભાવનગર
– રોટરી ટીંબી મેડીકલ સ્ટોર,ઉમરાળા ,ભાવનગર
– રામ મેડીકલ સ્ટોર ,ભાવનગર
– સત્યમ ફાર્મસી ,ભાવનગર

તંત્ર દ્વારા સંબંધિત અન્ય પેઢીઓની ખરીદ-વેચાણની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગેરકાયદેસર, બનાવટી અને કાઉન્ટરફેટ દવાઓના વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...