Monday, November 2, 2026

અમદાવાદમાં યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો, Instagram પર યુવતી સાથે ‘ઈમોશનલ’ મુલાકાતનો શોખ 9.50 લાખમાં પડ્યો!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર પર યુવતીઓ સાથે ‘ઈમોશનલ’ વાતચીત અને મુલાકાતની લાલચમાં યુવાનને છેતરવામાં આવ્યો છે. શહેરમાં એકલા રહેતા યુવાનોને નિશાન બનાવતી સાયબર ગઠિયાઓની ટોળકીએ પાલડી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ટ્રેની તરીકે નોકરી કરતા 24 વર્ષીય યુવાનને પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી અધધ રૂપિયા 9.50 લાખ પડાવી લીધા હોવાનું ખૂલ્યું છે. આ મામલે યુવાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ મુજબ, આ ઘટનાની શરૂઆત ગત 25 જુલાઈના રોજ રાત્રે થઈ હતી, જ્યારે પીજીમાં રહેતો યુવાન ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી રહ્યો હતો. ત્યારે તેને એક સ્પોન્સર્ડ જાહેરાત દેખાઈ જેમાં ‘અમદાવાદમાં તમારી નજીકમાં રહેતી યુવતી સાથે ઈમોશનલ વાતચીત અને મુલાકાત કરવી હોય તો અત્યારે જ કોલ કરો’ તેમ લખેલું હતું. પીજીમાં એકલા રહેતા યુવાને જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા હુકમસિંગ લોધી નામના શખ્સે વાત કરી હતી અને 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરાવી હતી. ત્યારબાદ તેને વોટ્સએપ પર પાંચ-છ યુવતીઓના ફોટા મોકલી તેમાંથી એક યુવતી પસંદ કરવા કહેવામાં આવ્યું હતું.

યુવાને ફોટો પસંદ કર્યા બાદ ગઠિયાઓએ તેને મુલાકાત માટે પાલડી ખાતેની માર્શલ ધી ગ્રાન્ડ હોટલમાં મોકલ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ યુવાન પાસે હોટલ રૂમ ભાડું, મુલાકાત ચાર્જ, વેરીફીકેશન ચાર્જ, મેડિકલ ચાર્જ, એક્ટિવેશન ચાર્જ અને રેસ્ક્યુ ચાર્જના નામે ઓનલાઈન હજારો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. યુવાને કંટાળીને રાત્રે સર્વિસ કેન્સલ કરવાનું કહેતા, ગઠિયાઓએ તેને બીજા દિવસે રિફંડ આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ વીર ઠાકોર અને અન્ય શખ્સોએ રિફંડના બહાને કેન્સલેશન ચાર્જ, બેન્કિંગ પ્રોસેસ ચાર્જ, જીએસટી અને આઈટીઆરના નામે તેની પાસે સતત વધુ પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું હતું.

આ રીતે યુવતી સાથે ઈમોશનલ મુલાકાત અને ત્યારબાદ નાણાં રિફંડ મેળવવાની લાલચમાં 25 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં યુવાન પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ.9,50,092 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. છેવટે લાખો રૂપિયા ગુમાવ્યા બાદ પણ કોઈ રિફંડ ન મળતા પોતાની સાથે ઓનલાઇન વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો યુવાનને અહેસાસ થયો હતો. જે બાદ તેણે સાયબર હેલ્પલાઇન પર જાણ કરી હતી અને 22 ઓગસ્ટના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...