Thursday, August 27, 2026

સોશિયલ મીડિયાની મિત્રતાનું ‘ગંભીર’ પરિણામ ! લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, અંગત પળોનો વીડિયો સાસરીમાં મોકલ્યો

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયાથી શરૂ થયેલો પ્રેમસંબંધ હવે સગીરા માટે મુશ્કેલીનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદના નરોડામાં સામે આવ્યો છે. 16 વર્ષની સગીરાને સ્નેપચેટના માધ્યમથી યુવકે પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં તેણે ન કરવાનું કામ કરી નાખ્યુ. અંતે આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ઘટનાની વિગતવાર વાત કરીએ તો 16 વર્ષીય સગીરા તેના માતાના ફોનમાં સ્નેપચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરતી હતી, જેમાં જયદીપ રબારીના સંપર્કમાં આવી, જયદીપે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી. જ્યારે સગીરા ધોરણ 10 ની માર્કશીટ લેવા ઘરની બહાર નીકળી, ત્યારે જ જયદીપે તેને નાના ચિલોડામાં આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.નરોડા પોલીસની કસ્ટડીમાં દેખાતા આરોપીનું નામ જયદીપ રબારી છે, 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.

જયદીપે આ સાથે જ ગુપ્ત રીતે સગીરાનો અંગત પળોનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. થોડા દિવસો પછી આરોપીએ સગીરાને ફરીથી એ હોટલમાં બોલાવી હતી. જ્યાં સગીરાએ લગ્નની વાત કરતા આરોપીએ આનાકાની કરી જેથી સગીરા હોટલમાંથી નીકળવા ગઈ તે સમયે આરોપીએ સગીરાને બળજબરી પૂર્વક પકડી રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી જયદીપે સગીરાને લગ્ન નથી કરવાનો અને શારીરિક સંબંધો વિશે કોઈને કહેવા પર તેની અને પરિવારની હત્યાની ધમકી આપી હતી.

સગીરાના પરિવારે નાનપણમાં સમાજના એક યુવક સાથે તેની સગાઈ નક્કી કરી હતી. જોકે આરોપી જયદીપ રબારીએ સગીરાના મંગેતરને અંગત પળોનો વીડિયો મોકલ્યો, જેના કારણે સગીરાની સગાઈ તૂટી ગઈ. અંતે સગીરાના પિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં જયદીપ રબારી વિરુદ્ધ પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી 21 વર્ષનો છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે. પરંતુ આ ઘટના ફરી એકવાર માતાપિતા માટે લાલબત્તી સમાન છે કે, પોતાના સગીર સંતાનો સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે, તેનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...