Thursday, August 27, 2026

અમદાવાદમાં નિવૃત્ત મહિલા પ્રોફેસર ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, ગઠિયાએ 19 દિવસ સુધી ડરાવી 54 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : સાયબર ક્રાઈમ અને ઠગાઈ આચરતી ગેંગ હવે શિક્ષિત અને વરિષ્ઠ નાગરિકોને લક્ષ્ય બનાવી રહી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય એક નિવૃત્ત મહિલા પ્રોફેસર ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે આચરવામાં આવેલી એક મોટી સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. શાતિર સાયબર માફિયાઓએ TRAIના નામે ડરાવી ધમકાવીને મહિલા પાસેથી 54.60 લાખની માતબર રકમ પડાવી લીધી છે.નિવૃત્ત મહિલા પ્રોફેસર દ્વારા ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ મુજબ, સાયબર ગઠિયાઓએ પીડિત મહિલા પ્રોફેસરનો સંપર્ક કરીને પોતાને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે મહિલાને જણાવાયું હતું કે તેમના નામે મુંબઈથી ખરીદવામાં આવેલા એક સિમકાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે અને આટલું જ નહીં, આરોપીઓએ આ નંબર સામે આશરે 25 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું કહી વીડિયો કોલ કર્યો હતો. મહિલાને ગંભીર કાનૂની કાર્યવાહી અને જેલ જવાનો ભય બતાવીને ગઠિયાઓએ તેમને માનસિક દબાણમાં મૂકી દીધા હતા.

ગઠિયાઓએ વૃદ્ધાને આ કેસમાં તેમની કોઈ સંડોવણી ન હોય તો NOC લેવી પડશે તેમ કહી વીડિયો કોલ દરમિયાન અરજી પણ લખાવી હતી. ત્યારબાદ થોડા દિવસ બાદ ફરી વીડિયો કોલ કરીને મામલાને વધુ ગંભીર હોવાનું જણાવી તેમને સતત ભયમાં રાખવામાં આવ્યા હતા. ગઠિયાઓએ હવે વૃદ્ધાનું નામ નરેશ ગોયલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં હોવાનું કહીને ડરાવ્યા હતા. તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ આ કેસમાં થયો હોવાનું જણાવી વિવિધ દસ્તાવેજો બતાવવામાં આવ્યા હતા અને વૃદ્ધા પાસેથી શપથપત્ર પણ લખાવવામાં આવ્યું હતું.

ઠગબાજોએ મહિલાને સતત 19 દિવસ સુધી ફોન કૉલ્સ અને વોટ્સએપ વીડિયો કૉલ મારફતે પોતાની નજર હેઠળ એટલે કે ‘ડિજિટલ અરેસ્ટ’ રાખ્યા હતા. આ દરમિયાન તેમને કોઈની સાથે વાત ન કરવા અને ઘરની બહાર ન નીકળવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાને આ કેસમાંથી મુક્ત કરાવવાના અને તપાસના બહાને જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે 19 દિવસ દરમિયાન ગઠિયાઓએ ટુકડે-ટુકડે કુલ રૂ. 54.60 લાખ રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

ઠગબાજો દ્વારા સતત સંપર્ક રાખવામાં આવતો હતો. જોકે એક દિવસ ગઠિયાઓ તરફથી કોઈ જવાબ ન મળતા વૃદ્ધાને શંકા ગઈ હતી. ત્યારબાદ તેમના ફોનમાંથી WhatsAppનો ડેટા પણ ડિલીટ થઈ ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધાએ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની સાથે થયેલા રૂ.54.60 લાખના સાયબર ફ્રોડ અંગે જાણ કરી હતી. ત્યારબાદ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બોપલ પોલીસે મહિલા પ્રોફેસરની ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદ વડે નાણાં જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેના ડેટા અને કોલ ડિટેલ્સ આધારે આંતરરાજ્ય સાયબર ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...