Thursday, August 27, 2026

નાગરિકો જાતે મીઠાઈ ચેકિંગ કરી શકશે : શહેરમાં મીઠાઈ-ફરસાણની દુકાનમાં તપાસવા રેપિડ ટેસ્ટ મૂકવા સૂચના, ભેળસેળ નીકળે તો AMCમાં 155 303 પર ફરિયાદ કરો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કામો, નાગરિકલક્ષી સુવિધાઓ, વહીવટી બાબતો તેમજ શહેરના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આગામી તહેવારોની સિઝનને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે AMC ની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કીટ મૂકવા ફૂડ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ છે.

ગ્રાહકોને મીઠાઈ કે ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે કોઈ શંકા હોય તો સ્થળ પર જ તેની પ્રાથમિક ચકાસણી કરી શકાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. મીઠાઈમાં વપરાતા માવાની શુદ્ધતા તેમજ કાજુ કતરી જેવી મીઠાઈ પર લગાવવામાં આવતા વરખની ગુણવત્તા ચકાસી શકાય તે માટે ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવાનો રહેશે. વેપારીઓએ પોતાની દુકાને ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ રાખી તેનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે.

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અથવા નિયમોનો ભંગ જણાય તો પ્રવર્તમાન નિયમો અનુસાર દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને ખાદ્ય પદાર્થ અંગે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત તંત્રને જાણ કરી શકાશે. ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર 155303નો ઉપયોગ કરી શકાશે.

ભૂતકાળમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફરસાણની દુકાનોમાં તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે TPC (Total Polar Compounds) મશીન મુકવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હજુ સુધી મોટાભાગની દુકાનોમાં આ મશીનો જોવા મળતાં નથી. આથી, રેપિડ ટેસ્ટિંગ કીટ મૂકવાના આ નવા આદેશનું યોગ્ય રીતે અમલીકરણ થશે કે નહીં તે સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...