Wednesday, October 14, 2026

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

spot_img
Share

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમ કોર્સમાં રહેવા, જમવા અને મુસાફરીની મફત સુવિધા સાથે એડવેન્ચર ટ્રેનિંગ મેળવવાની સંપૂર્ણ વિગતો અને છેલ્લી તારીખ જાણો

રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુ સ્થિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે રાજ્યના યુવાનો માટે વિવિધ નિઃશુલ્ક પર્વતારોહણ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાહસ અને રોમાંચ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માંગતા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.

કયા કોર્સ માટે ક્યારે અરજી કરવી?
એડવેન્ચર કોર્સ:
– ઉંમર: 8 થી 13 વર્ષ
– તાલીમ: 17 થી 23 નવેમ્બર, 2026
– અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર, 2026

એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– ઉંમર: 15 થી 45 વર્ષ
– લાયકાત: બેઝિક ખડક ચઢાણ કોર્સમાં ‘A’ અથવા ‘B’ ગ્રેડ
– તાલીમ: 27 નવેમ્બરથી 11 ડિસેમ્બર, 2026
– અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર, 2026

કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– લાયકાત: ધોરણ 10 પાસ અને એડવાન્સ કોર્સ ઉત્તીર્ણ
– તાલીમ: 12 ડિસેમ્બર, 2026 થી 10 જાન્યુઆરી, 2027
– અરજીની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર, 2026

આર્ટિફિશિયલ કોર્સ:
– લાયકાત: ધોરણ 10 પાસ
– ઉંમર: 18 થી 45 વર્ષ
– તાલીમ: 4 થી 13 ફેબ્રુઆરી, 2027
– અરજીની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર, 2026

ભોજન, રહેઠાણ અને મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા
આ તાલીમ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા તથા તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તદુપરાંત, નિયત સ્થળ સુધી આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું મુસાફરી ભાડું પણ નિયમાનુસાર મળવાપાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?
ગુજરાતના વતની અને રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાના Facebook પેજ facebook.com/svimadmin પરથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે.

ભરેલા અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજોની ખરી નકલ જોડવાની રહેશે:

– આધારકાર્ડ/રહેઠાણનો પુરાવો
– શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર
– જન્મ તારીખનો દાખલો
– વાલીનું સંમતિપત્રક
– અગાઉના તાલીમ પ્રમાણપત્રો (લાગુ પડતા હોય તો)

અરજી ‘આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: 307501’ ખાતે નિયત સમયમર્યાદામાં મોકલવાની રહેશે.

પસંદગી પામેલા ઉમેદવારોને ઈ-મેઈલ અથવા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે.
વધુ માહિતી માટે: 📞 6377890298 (કચેરી સમય દરમિયાન, જાહેર રજા સિવાય)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...