Wednesday, October 14, 2026

અમદાવાદમાં દિવાળી પૂર્વે AMC એક્શનમાં, આ વિસ્તારમાં મંજૂરી વિના ચાલતી ફટાકડાની 7 દુકાનો સીલ કરતાં વેપારીઓમાં ફફડાટ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો નજીક આવતા જ શહેરમાં ગેરકાયદેસર અને ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને ધમધમતા ફટાકડાના વેચાણ સામે AMCએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ગીચ કોટ વિસ્તાર ગણાતા શાહપુરમાં કોઈપણ જાતની સત્તાવાર પરવાનગી કે એનઓસી (NOC) વિના ફટાકડાનું વેચાણ કરી રહેલા 7 વેપારીઓ સામે એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમોએ ત્રાટકીને તમામ ૭ દુકાનોને સ્થળ પર જ સીલ કરી દીધી છે. AMCની આ ઝંઝાવાતી કાર્યવાહીના પગલે ગેરકાયદે ફટાકડાનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રિપોર્ટ મુજબ, જાહેર સલામતીને ધ્યાનમાં AMCના એસ્ટેટ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શાહપુરના મુખ્ય બજાર અને રહેણાંક સોસાયટીઓ નજીક આવેલી દુકાનોમાં કોઈપણ જાતના લાયસન્સ વગર ફટાકડાનો મોટો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચી વેપારીઓ પાસેથી સંબંધિત મંજૂરી અને ફાયર સેફ્ટીના સાધનો અંગે ચકાસણી હાથ ધરી હતી.તેની બાદ તંત્રએ તાત્કાલિક ધોરણે 7 દુકાનોને સીલ મારી દીધી હતી.

આ અગાઉ પણ કોટ વિસ્તારના કાલુપુરમાં તંત્ર દ્વારા ઓચિંતા દરોડા પાડીને પરવાનગી વિના ધમધમતી ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી હતી.કાલુપુર બાદ હવે શાહપુરમાં પણ આવી જ કડક કાર્યવાહી હાથ ધરાતાં કોટ વિસ્તારના ફટાકડા બજારના વેપારીઓમાં સોપો પડી ગયો છે.સાંકડી શેરીઓ અને ગીચ બજારોમાં કોઈપણ દુર્ઘટના સર્જાય તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે તેમ હોવાથી તંત્ર દ્વારા કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવી રહી નથી.

AMC એ તમામ નાના-મોટા વેપારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.રહેણાંક વિસ્તારોમાં કે યોગ્ય સુરક્ષા સાધનો વિના ફટાકડાનો વેપાર કરવો કાયદાકીય ગુનો બને છે.આગામી દિવસોમાં પણ શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં જ્યાં પણ મંજૂરી વગર ફટાકડાનું વેચાણ ચાલતું જણાશે ત્યાં કોઈપણ પૂર્વ નોટિસ વિના સીલિંગ સહિતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...