Sunday, November 15, 2026

અમદાવાદમાં આંતરરાજ્ય વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 11 બાઈક સાથે 3 આરોપીઓને દબોચ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવોને ડામવા માટે ઝોન-7 LCBએ મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે આંતર-રાજ્ય અને આંતર-જિલ્લા સ્તરે સક્રિય વાહન ચોર ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની LCB ઝોન-7 પોલીસ ટીમે વાહનચોરીના ગુનાઓ ઉકેલવા માટે હાથ ધરેલા ખાસ અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. અમદાવાદ શહેરમાં અને આસપાસના જિલ્લાઓમાં સક્રિય એવી આંતરજિલ્લા વાહનચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમી અને સઘન તપાસના આધારે વાહનચોરીમાં સંકળાયેલા 3 શાતિર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર બિપિન પરમાર, અરકાન યાસીનભાઈ મલેક અને સાહિલખાન નિજામખાન મણિયારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી બિપિન પરમાર સામે અગાઉ પણ વાહનચોરીના આશરે 23 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ આરોપીઓ બાઈકની ચોરી કરવા માટે વિશેષ માસ્ટર ચાવીઓનો ઉપયોગ કરતા હતા.

પોલીસે આરોપીઓના કબજામાંથી ચોરીના કુલ 11 હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 6.45 લાખ થાય છે. આ ઉપરાંત ચોરી માટે ઉપયોગમાં લેવાતી બાઈકની 10 ડુપ્લિકેટ ચાવીઓ અને 1 મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આમ, પોલીસે કુલ રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આરોપીઓની કડક પૂછપરછ દરમિયાન અમદાવાદના સરખેજ, ચાંગોદર અને બોપલ સહિતના વિસ્તારોમાંથી થયેલી બાઈક ચોરીઓના ભેદ ઉકેલાયા છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે. LCB ઝોન-7 એ આ કામગીરીથી કુલ 10 વાહનચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય તત્વોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...