Sunday, October 11, 2026

અમદાવાદમાં પ્રથમવાર ‘શરણાઈ’ મંડલી ગરબામાં ઢોલના અને શરણાઈના સથવારે પરંપરાગત ટેકનો ગરબા રમાશે

spot_img
Share

અમદાવાદ : છેલ્લા બે ત્રણ વર્ષથી યુવાનોમાં નવરાત્રિ દરમિયાન ફરી પરંપરગત રીતે ઢોલ અને શરણાઈના તાલે કોઈ ઇનેક્ટ્રિક સાધનો વિના ગરબા રમવાનો ટ્રેન્ડ વધ્યો છે. તેથી દર વર્ષે આ પ્રકારના આયોજનો પણ વધી રહ્યા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં વૃંદાવન પાર્ટી લોન ખાતે શરણાઈ- મંડળી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રેરકભાઈ શાહના વરદ હસ્તે ‘શરણાઈ’ મંડળી ગરબાનો શુભારંભ કરાયો છે. આ પ્રસંગે મહાઆરતી કરી નવરાત્રી ગરબાના કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે મ્યુ કાઉન્સિલરો રાકેશભાઈ પરીખ અને જીતુભાઈ ખરચરીયા, વિનોદ બોડકીયા અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ખેલયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રિના 9 દિવસ એટલે કે 11 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર 2026 સુધી અમદાવાદના થલતેજ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આવેલ વૃંદાવન પાર્ટી લોન ખાતે આ શરણાઈ- મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાનું આયોજન અમદાવાદના તત્વ ઈવેન્ટ્સના ફાઉન્ડર નૃપ બોડકીયા (ઓર્ગેનાઇઝર) દ્વારા કરવામાં આવ્યું છે.

તત્વ ઈવેન્ટ્સના ફાઉન્ડર નૃપ બોડકીયાએ જણાવ્યું હતું કે, દેશી ઢોલ, સંગીત અને ડીજે દ્વારા લોકોને એકસાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે ‘શરણાઈ’નું આયોજન કર્યું છે. અમદાવાદમાં પ્રથમ વાર એક અલગ પ્રકારની ગરબા થીમ પર આધારિત કાર્યક્રમ મંડળી ગરબા, ટોટલ શરણાઈ અને દેશી ઢોલના સથવારે પરંપરાગત ટેકનો ગરબાનું આયોજન કર્યું છે.ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું.

આ ઉપરાંત ગરબામાં આવનારા લોકોને પાર્કિંગથી લઈ સુરક્ષા તેમજ ફાયર સેફ્ટી વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરબા સ્થળ સુધી આવનાર તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળે લાઇટ અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાસની કિંમત પ્રતિ વ્યક્તિ રૂ. 250 રાખવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી પુરૂષ અને મહિલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય એન્ટ્રીમાં હાઈટેક સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...