Saturday, October 10, 2026

નવા વાડજની યુવતીના ચાંદખેડામાં આપઘાતથી અરેરાટી, સાસરિયાં ટોર્ચર કરતાં હોવાના ફોન કર્યાના 15 મિનિટમાં આપઘાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઘરેલુ હિંસાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. મહિલાઓ સાથે ઘરેલુ હિંસા, દહેજની માંગણી, મારઝૂડ જેવી ઘટનાની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે, આવી ચાંદખેડા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતી 30 વર્ષીય પરિણીતાએ પોતાના જ પતિ અને સાસરિયાઓના સતત ત્રાસથી કંટાળીને ફ્લેટના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે.આ મામલે ચાંદખેડા પોલીસે મૃતકના પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઈ રાવતની 30 વર્ષીય દીકરી જયાના લગ્ન ચાંદખેડામાં રહેતા સુનિલ જાદવ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય સુધી બધું બરાબર રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ સુનિલે દેવું થયું હોવાનું જણાવીને પિયરમાંથી 2 લાખ રૂપિયા મંગાવવા માટે જયા પર દબાણ કરવાનું શરૂ કર્યું. જયાના પિતાએ દીકરીના સંસાર માટે 2 લાખ રૂપિયા આપ્યા બાદમાં પણ પતિ અને સાસરિયાઓ દ્વારા પરીણિતાને અવારનવાર શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતી હતી.

લગ્ન બાદ પરીણિતાનું જીવન કઠિન બની ગયું હતું. ત્યારબાદ પતિ પણ થોડા સમય પછી દારુના રવાડે ચડી જતાં તેની સાથે મારઝૂડ કરતો હતો. તેમજ જ્યારે પરીણિતા તેના પતિને દારુ પીવાથી અટકાવતી તો તે જાનથી મારી નાખવાની ધમકી આપતો. લગ્નજીવનથી સતત ત્રાસી ગયેલી પરીણિતાએ આખરે અંતિમ પગલું ભરી લેવાનો નિર્ણય લીધો હતો. 8 ઓક્ટોબરના રોજ પરીણિતાએ તેની બહેન સાથે અંતિમ વાતચીત કરી હતી.

ત્યારબાદ ફ્લેટના ચોથા માળેથી પડતું મૂકીને પોતાનો જીવનો અંત આણી દીધો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પિતાને થઈ ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને પુત્રીના આપઘાત મામલે પતિ, નણંદ સાસુ અને સસરા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી હતી. હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...