Friday, October 9, 2026

આજે વિશ્વ ટપાલ દિવસ: નવા વાડજના પ્રકાશચંદ્ર સોની પાસે 40 વર્ષ જૂની ટપાલોનો અનોખો સંગ્રહ

spot_img
Share

જૂની ટપાલ ટિકિટો, પોસ્ટકાર્ડ, UPC સર્ટિફિકેટ અને અંતરદેશી પત્રોનો સંગ્રહ બન્યો સ્મૃતિનો ખજાનો

અમદાવાદ : આજના મોબાઈલ અને ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં ટપાલ લખવાનો રિવાજ ભલે ઘટ્યો હોય, પરંતુ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોનીએ જૂના સમયની ટપાલ વ્યવસ્થાની યાદોને આજે પણ સાચવી રાખી છે. વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે તેમનો 40 વર્ષથી વધુ જૂની ટપાલો અને ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ ધ્યાન ખેંચી રહ્યો છે.

પ્રકાશચંદ્ર સોની પાસે વિવિધ સમયગાળાની અંદાજે 40 જેટલી જૂની ટપાલ ટિકિટો, આશરે 500 જૂની ટપાલો, 100 જેટલા UPC સર્ટિફિકેટ, 35 જેટલા અંતરદેશી પત્રો અને 40 જેટલા જવાબી પોસ્ટકાર્ડનો સંગ્રહ છે. આ ઉપરાંત ટપાલ ભરવા માટેનું જૂનું માળખું પણ તેમણે સાચવી રાખ્યું છે. વિદેશી ટપાલ ટિકિટોમાં જર્મની, અમેરિકા, જાપાન, થાઈલેન્ડ, કેનેડા અને બ્રિટિશ રાજ્યની ટિકિટોનો પણ સમાવેશ થાય છે.

તેમના સંગ્રહમાં રહેલી જૂની ટિકિટો પર કુદરતી સૌંદર્ય, ભારતીય પોશાક, કુટુંબ નિયોજન, અશોક સ્તંભ, ખેડૂત, ઘોડો, મહેલ, પાણીયારી, બતક, જિરાફ, બિલાડી તેમજ મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ, રાજીવ ગાંધી અને સી.વી. રામન સહિતના મહાનુભાવોના ચિત્રો જોવા મળે છે.

જૂના સમયમાં જવાબી પોસ્ટકાર્ડનો પણ ખાસ ઉપયોગ થતો હતો. વ્યક્તિ કોઈને પત્ર લખતી વખતે પોતાના સરનામા સાથે જવાબી પોસ્ટકાર્ડ મોકલતી અને સામેવાળી વ્યક્તિ તેમાં સમાચાર લખીને પરત મોકલતી. તે સમયે 15 પૈસા, 25 પૈસા અને 50 પૈસાના પોસ્ટકાર્ડ ઉપલબ્ધ હતા અને સમય જતાં તેની કિંમતમાં વધારો થતાં તેના પર ટિકિટ લગાવવામાં આવતી હતી.

સોનીના જણાવ્યા મુજબ, અગાઉ રજિસ્ટર્ડ પોસ્ટ માટે UPC મારફતે પત્ર કવર મોકલવામાં આવતા હતા, જેના સર્ટિફિકેટ પર એક, બે અને ત્રણ રૂપિયાની ટિકિટ લગાવવામાં આવતી હતી. હાલમાં UPC વ્યવસ્થા પોસ્ટ દ્વારા બંધ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. વિવિધ સામયિકો, ગ્રાહકોના કવર વગેરે પરથી પોસ્ટ દ્વારા કેન્સલ ન થયેલી ટિકિટોને તેઓ કાઢીને પોતાના સંગ્રહમાં ઉમેરતા રહ્યા છે.

એક સમય એવો હતો જ્યારે લોકો ટપાલી આવવાની રાહ જોતા અને સમાચાર ટપાલ તથા તારના માધ્યમથી મેળવતા. ઘરના સભ્યો એકબીજાની ટપાલ વાંચતા અને સગા-સંબંધીઓને પણ વાંચવા આપતા. શુભ પ્રસંગની ટપાલ લાલ પેનથી અને અશુભ પ્રસંગની ટપાલ કાળી પેનથી લખાતી હોવાની યાદો પણ આ સંગ્રહ સાથે જોડાયેલી છે.

મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપના વધતા ઉપયોગ વચ્ચે પણ ટપાલનું મહત્વ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. મોબાઈલ ફોન બંધ હોય કે સંપર્ક ન થઈ શકતો હોય ત્યારે આજે પણ લોકો ટપાલ લખે છે, તેમ પ્રકાશચંદ્ર સોનીનું માનવું છે.

આ રીતે પ્રકાશચંદ્ર સોનીનો સંગ્રહ માત્ર જૂની ટપાલ ટિકિટોનો સંગ્રહ નથી, પરંતુ ટપાલ વ્યવસ્થાના બદલાતા સમય, સંદેશાવ્યવહારની જૂની પરંપરા અને એક આખા યુગની યાદોને સાચવી રાખતો અનોખો વારસો બની રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...