Thursday, October 8, 2026

અમદાવાદના આ વિસ્તારોમાં ગાડી પાર્ક કરતા પહેલાં 100 વાર વિચારજો! AMCનું અચાનક બુલડોઝર અને સઘન ચેકિંગ શરૂ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર માર્ગો પરના અનધિકૃત પાર્કિંગ સામે લાલ આંખ કરવામાં આવી છે. મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર સુચારુ રહે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે ડમરુ સર્કલ, ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારોમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, ડમરુ સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ થઈ હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા તેમજ પકવાનથી જીજીએસ બંગલો થઈ માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ ફરતે અને બોપલ BRTS સુધીના માર્ગો પર અનધિકૃત પાર્કિંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન જાહેર રસ્તા પર પાર્ક કરાયેલા 39 વાહનોને લોક કરવામાં આવ્યા હતા. વાહનચાલકોને જાહેર રસ્તા પર વાહન પાર્ક ન કરવા તેમજ સંબંધિત બિલ્ડિંગમાં સૂચિત પાર્કિંગ સ્થળનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

દબાણ હટાવ કામગીરી દરમિયાન 6 છતવાળી લારીઓ, 5 સાદી લારીઓ/કાઉન્ટર, 7 લોખંડની એંગલો/લાકડાની વળીઓ, 2 તાડપત્રી, 3 જાહેરાતના બોર્ડ, 6 બેનર-પતાકા અને 75 પરચૂરણ સામાન જપ્ત કરીને ગોડાઉનમાં જમા કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત રૂ. 19,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

ચાંદલોડિયા વિસ્તારમાં TP સ્કીમ નં. 233, ત્રાગડમાં કાચી ઓરડી દૂર કરી 1,116 ચો.મી. પ્લોટનો કબજો લેવામાં આવ્યો હતો. ઉપરાંત 12 મીટરના રસ્તા પરના ઝાડી-ઝાંખરા, દિવાલ અને ક્રોસ વોલ દૂર કરીને આશરે 230 મીટર રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચાલુ બાંધકામ સાઇટ પર પર્યાવરણ અને સલામતીના નિયમોનું પાલન ન કરવા તથા રોડ પર બિલ્ડિંગ મટિરિયલ મૂકી દબાણ કરવા બદલ રૂ. 15,000નો દંડ વસૂલાયો હતો.

ગોતા વિસ્તારમાં TP સ્કીમ નં. 57માં 30 મીટરના રોડ પરનું બિનરહેણાંક ઓરડીનું બાંધકામ દૂર કરીને આશરે 270 મીટર રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જ્યારે થલતેજ વિસ્તારમાં બે ચાલુ બાંધકામ સાઇટ સામે નોટિસની કાર્યવાહી બાદ રોડ પર દબાણ, સલામતીના જરૂરી નેટ તથા બેરિકેડિંગના અભાવ અને ફૂટપાથને નુકસાનના મુદ્દે કુલ રૂ. 40,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

AMCના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અત્યાર સુધીની આ કાર્યવાહીમાં 39 વાહનો લોક, 11 લારીઓ અને 75 પરચૂરણ સામાન જપ્ત કરવામાં આવ્યા છે તથા કુલ રૂ. 74,500નો વહીવટી ચાર્જ દંડ પેટે વસૂલ કરવામાં આવ્યો છે.

AMCના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ ફૂટપાથ, ટી.પી. રોડ, મ્યુનિસિપલ પ્લોટ અને ગેરકાયદે બાંધકામો પરના દબાણો હટાવવાની આ કાર્યવાહી વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...