Tuesday, October 13, 2026

ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની ‘ધૂરંધર’ જોડીનો કમાલ, ગાંધીનગર મનપા ચૂંટણી: 44માંથી ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક

spot_img
Share

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની 38, કોંગ્રેસની 5 અને અપક્ષની 1 બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.મતદારોએ આપેલા જનાદેશ બાદ હવે વિવિધ વોર્ડમાં પક્ષોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણીનાં પરિણામોમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. વોર્ડ નંબર 1, 3, 4, 5, 8, 9, 10 અને 11માં ભાજપના ઉમેદવારોએ ચારેય બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યો છે. આ આઠ વોર્ડમાં ભાજપે તમામ 32 બેઠકો પોતાના નામે કરી છે.વોર્ડ નંબર 2માં ભાજપે ત્રણ બેઠકો જીતી હતી, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. બીજી તરફ, વોર્ડ નંબર 7માં ભાજપે ત્રણ બેઠકો મેળવી હતી અને કોંગ્રેસને એક બેઠક પર જીત મળી હતી.

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ પરિણામ વોર્ડ નંબર 6નું રહ્યું છે. અહીં કોંગ્રેસે ચારેય બેઠકો પર જીત મેળવીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. આ વોર્ડમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યો નથી. કોંગ્રેસની આ જીતે મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો પર પોતાની પકડ જાળવી રાખી છે. જોકે, વોર્ડ નંબર 6માં કોંગ્રેસની ચારેય બેઠકો પરની જીત અને વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવારની સફળતાએ ચૂંટણીનાં પરિણામોને રસપ્રદ બનાવ્યાં છે.

સેક્ટર-15 સ્થિત કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમમાં આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી પૂર્ણ થતાં જ વિવિધ વોર્ડના પરિણામો સામે આવ્યાં હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...