Wednesday, September 2, 2026

પશ્ચિમ ઝોનમાં નવા વાડજ સહિત આ વિસ્તારોમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે AMCની કડક કાર્યવાહી, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી તથા ન્યૂસન્સ કરતા એકમો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરતા વેપારીઓ સામે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, AMCની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોએ પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં દિવસ-રાત ચેકિંગ હાથ ધરી કુલ 265 એકમોની તપાસ કરી હતી. તેમાંથી 184 એકમોને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નોટિસ આપવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 2.75 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત 4.3 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને તેના પેટે રૂ. 65,500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

જાહેર માર્ગો પર ગંદકી અને ન્યૂસન્સ કરતા કુલ 8 એકમોને સીલ કરવામાં આવ્યા હતા અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ એકમો પાસેથી રૂ. 2.10 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. સીલ કરાયેલા એકમોમાં ચાંદખેડા, એસ.પી. સ્ટેડિયમ, નવા વાડજ અને નારણપુરા વિસ્તારના વિવિધ વેપારી એકમોનો સમાવેશ થાય છે.

AMC દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં, પરંતુ જાહેર જાગૃતિ માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનના રહેણાંક વિસ્તારો અને વાણિજ્યિક એકમોમાં કચરો જાહેરમાં ન ફેંકવા, કચરાનું સેગ્રીગેશન કરવા અને AMCના વાહનમાં જ કચરો આપવા અંગે IEC પ્રવૃત્તિઓ તથા પત્રિકાઓ દ્વારા લોકોને સમજ આપવામાં આવી રહી છે.

AMCએ સ્પષ્ટ કર્યું છે કે શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...