Monday, September 21, 2026

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

spot_img
Share

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે મા અંબાના દિવ્ય રથનું વિધિવત પૂજન-અર્ચન કરી ભાદરવી પૂનમ મહામેળો ખુલ્લો મુક્યો હતો.

પ્રથમ દિવસે જ અંબાજી ધામમાં માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળતાં સમગ્ર અંબાજી પરિસર જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.દેશના વિવિધ વિસ્તારોમાંથી મા અંબાના દર્શન માટે આવેલા માઈભક્તોના કારણે અંબાજી ધામ જાણે શ્રદ્ધાના માનવમહેરામણમાં પરિવર્તિત થયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન સાડા ચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભાદરવી કાળે બોલ મા અંબા જય જય અંબાના નાદથી સમગ્ર અંબાજી ધામ ગુંજી ઉઠ્યું છે.

આ ઉપરાંત, ભક્તોની ભક્તિનું બીજું એક અદભુત પ્રતીક અંબાજી મંદિરના શિખર પર જોવા મળ્યું હતું, જ્યાં પ્રથમ દિવસે જ 5 મીટરની લંબાઈ ધરાવતી 400થી વધુ પંચરંગી ધજાઓ વિધિવત રીતે ચઢાવવામાં આવી હતી.મેળાના પ્રથમ દિવસે મંદિર ટ્રસ્ટને શ્રદ્ધાળુઓ દ્વારા ઉદાર હાથે દાન-ભેટ આપવામાં આવી હતી. પ્રથમ 24 કલાકમાં જ મંદિર ટ્રસ્ટની દાનપેટી અને ભેટ કેન્દ્ર ખાતે કુલ 34 લાખ રૂપિયા જેટલી રકમ રોકડ અને ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે.

મેળાના પ્રથમ દિવસે રાત્રિ દરમિયાન એક અત્યંત ભાવુક અને અનોખી આસ્થાનું દ્રશ્ય સામે આવ્યું હતું. એક શ્રદ્ધાળુ પોતાની આંખે પાટા બાંધીને દંડવત પ્રણામ કરતા કરતા મા અંબાના દર્શનાર્થે પહોંચ્યો હતો. આ ભક્ત પર ભૂતકાળમાં ભારે આર્થિક દેવું થઈ ગયું હતું, જેમાંથી મુક્તિ મેળવવા માટે તેણે મા અંબાની બાધા રાખી હતી. માતાજીની કૃપાથી કરજમુક્ત થતાં જ તેણે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આંખે પાટા બાંધીને મંદિર પહોંચી મા અંબાનો આભાર માન્યો હતો.

મહામેળા નિમિત્તે અંબાજી મંદિર અને પરિસરને અત્યંત આકર્ષક અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાઉન્ડ સિસ્ટમ સાથે સુમેળ સાધીને તૈયાર કરાયેલું લાઈટિંગ સેટલમેન્ટ યાત્રાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ જાતે ઉપસ્થિત રહીને આ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

માઇભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજથી અંબાજી મંદિર રાત્રિના 12 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓ સુગમતાથી દર્શન કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...