Saturday, September 26, 2026

અમદાવાદીઓને ટ્રાફિકજામમાંથી મળશે કાયમી મુક્તિ, 35 કટ બંધ, 24 નવા સિગ્નલ અને 33 બમ્પ મુકાશે

spot_img
Share

અમદાવાદ : મેગા સિટી અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે મુશ્કેલ બની રહી છે. વાહનચાલકોને પીક અવર્સમાં લાંબો સમય અટવાવું ન પડે તે માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મનપા દ્વારા સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.તાજેતરમાં શહેર પોલીસ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રસ્તાઓ પરના ડિવાઈડર કટ બંધ કરવા, જરૂરિયાત મુજબ નવા કટ ખોલવા, ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવા અને સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવા મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં સૌથી વધુ ટ્રાફિકજામ કયા જંક્શનો પર થાય છે અને તેનો ટેક્નિકલ ઉકેલ કેવી રીતે લાવી શકાય? તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના તારણો બાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ વચ્ચે સંયુક્ત બેઠક મળી હતી, જેમાં ટ્રાફિક ફ્લો સતત જળવાઈ રહે તે પ્રકારના નિર્ણયો લેવાયા હતા.

ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કેટલાક ચાર રસ્તા અને ડિવાઇડર કટ એવા હોવાનું સામે આવ્યું છે, જ્યાં વાહનોના ક્રોસિંગને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડે છે. આવા સ્થળોએ 35 કટ બંધ કરવાની ભલામણ કરવામાં આવી છે. કટ બંધ થયા બાદ વાહનોને આગળના નિયત કટ અથવા જંકશન પરથી પસાર કરવામાં આવશે. તેનો હેતુ રોડ પર વાહનોની અવરજવર સતત જાળવી રાખવાનો અને ચાર રસ્તા પર થતી અનાવશ્યક ભીડ ઘટાડવાનો છે.

ટ્રાફિક વ્યવસ્થામાં જ્યાં કટ જરૂરી હોવાનું જણાયું છે, ત્યાં નવા કટ ખોલવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ માટે કુલ 6 સ્થળો સૂચવવામાં આવ્યા છે. આ સ્થળોમાં હનુમાનપુરા ગલી કટ, એસ.જી. હાઇવે પર મકરબા ગામ તરફ જતો કટ, નાઝ એન્ટરપ્રાઇઝ, અર્શ એન્ટરપ્રાઇઝ, પ્રિન્સ ચશ્મા ઘર તથા સ્ટાર વે બ્રિજ સામેના સ્થળનો સમાવેશ થાય છે.

શહેરમાં કેટલાક ત્રણ રસ્તા અને ચાર રસ્તા એવા છે, જ્યાં વાહનોની અવરજવર વધુ હોવા છતાં ટ્રાફિક સિગ્નલની સુવિધા નથી. આવા સ્થળોએ 24 નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા માટેનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું છે. સૂચિત સ્થળોમાં વૈષ્ણોદેવી સર્કલ, સનાથલ સર્કલ, ઉજાલા સર્કલ, પ્રહલાદનગર, રામોલ ચોકી ચાર રસ્તા, ગામડી ચાર રસ્તા, જ્ઞાનશક્તિ સર્કલ, તાજ હોટલ ચાર રસ્તા સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. પીરાણા બ્રિજ અને કોઝી હોટલ પાસેના સિગ્નલ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ લગાવવાની દરખાસ્ત છે.

વાહનોની વધુ ઝડપના કારણે અકસ્માતની શક્યતા રહેતા વિવિધ રોડ પર બમ્પ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. કુલ 33 સ્થળે બમ્પ બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

ન્યુ સાયન્સ સિટી રોડ, નીલગીરી સર્કલ, સિંધુભવન રોડ, કારગીલ પાસેના નવા કેપ્સ્યુલ કર્વ, હેબતપુર, 132 ફૂટ રિંગ રોડ, આંબલી, અર્બન ચોક, એસ.પી. રિંગ રોડ, ઇસ્કોન કટ, ઇન્દ્રપ્રસ્થ કટ, વેજલપુર, ગાંધી આશ્રમ-ગૌશાળા રોડ, ચાંદખેડા ચાર રસ્તા અને મેમ્કો-ઈંટવાડા સર્કલ સહિતના સ્થળોનો તેમાં સમાવેશ થાય છે.

ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે માત્ર ટ્રાફિક નિયમોના અમલ પર નહીં, પરંતુ રોડની રચના અને વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે સ્થળોએ કટ બંધ કે ખોલવાના છે, સિગ્નલ લગાવવાના છે અથવા બમ્પ બનાવવાના છે, ત્યાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ સ્થળની જરૂરિયાત પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે.

ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંકલન સાધીને ગ્રાઉન્ડ લેવલે કામગીરી આગળ વધારી રહ્યા છે. જોકે તંત્રના આયોજનની સાથે સાથે વાહનચાલકોની સ્વયંશિસ્ત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. વિદેશની જેમ અમદાવાદના નાગરિકો પણ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે, લાઈન શિસ્ત જાળવે અને બિનજરૂરી હોર્ન કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ ટાળે તો શહેરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હળવી થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...