Sunday, September 27, 2026

અમદાવાદ પધાર્યા કડક ‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે, લોકોને સલાહ આપી તમે પેટમાં જે નાખો તેના વિશે જાણો

spot_img
Share

અમદાવાદ : મહારાષ્ટ્રમાં હાલમાં જો કોઈ IAS અધિકારી સૌથી વધુ ચર્ચામાં હોય તો તે તુકારામ મુંઢે છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર (FDA) અને બેબાક મિજાજ માટે જાણીતા અધિકારી તુકારામ મુંઢે ગાંધીનગર ખાતે એક કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા આવ્યા હતા. અહેવાલો અનુસાર અહીં તેમણે લોકોને સલાહ આપી હતી કે તમે પેટમાં શું નાખો છો, શું ખાઓ છો તે જાણો.

રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્ર FDA કમિશનર’ અને ‘તુકારામ સે ટક્કર’ થીમ હેઠળ યોજાયેલા આ સેશનમાં મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં ફૂડ સેફ્ટીના પૂરતા નિયમો અને કાયદાઓ હોવા છતાં તેનું યોગ્ય પાલન કરાવવું હજુ પણ એક મોટો વહીવટી પડકાર છે. લાયસન્સિંગ અને રજિસ્ટ્રેશન સિવાયના અનેક નિયમોનું પાલન થતું ન હોવાથી નાગરિકોના સ્વાસ્થ્ય પર સીધી અસર થઈ રહી છે.

તેમણે બાળકોમાં વધતી સ્થૂળતા મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાળકોની ફૂડ હેબિટમાં સુધારો લાવવાની શરૂઆત પરિવારથી જ થવી જોઈએ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે સ્કૂલની આસપાસ ફાસ્ટ ફૂડનું વેચાણ ન થવું જોઈએ. મહારાષ્ટ્રમાં સ્કૂલથી 50 મીટર સુધી જંક ફૂડના વેચાણ, જાહેરાત અને બનાવટ પર પ્રતિબંધ છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ એનાલોગ પનીર, બટર, ચીઝ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં મનપા અને રાજ્ય સરકાર સતત ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા રેડ પાડતા રહે છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં તુકારામ મુંઢેએ ફૂડ સેફ્ટી માટે સખત કડક અભિગમ અપનાવતા તેઓ સતત ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રસંશા કરે છે.

તમને જણાવી દઈએ કે ગત મે 2026માં ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA)ના કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે રાજ્યભરમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 1,100થી વધુ દરોડા, 165 લાયસન્સ સસ્પેન્ડ, રૂ. 50થી 55 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્યપદાર્થ જપ્ત, એનાલોગ પનીર પર એક વર્ષનો પ્રતિબંધ અને હવે પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારોને નોટિસ ફટકારીને તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...