Monday, September 28, 2026

અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 500 લિટર જથ્થો સીઝ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નકલી અને હલકી ગુણવત્તાવાળું ઘી વેચતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં માધુપુરા માર્કેટમાં આવેલી એક જ દુકાનના 5 સેમ્પલ ફેઈલ થતાં તંત્રએ અલગ-અલગ બ્રાન્ડના આશરે 500 લિટર ઘીનો જથ્થો સીઝ કરી વેપારી સામે કાર્યવાહી કરી છે.

ફૂડ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના માધુપુરામાં આવેલા HP ફૂડ્સ નામના એકમમાંથી અગાઉ લેવાયેલા ઘીના સેમ્પલ પરીક્ષણમાં ફેલ જાહેર થયા છે. આ ઉપરાંત માર્કેટમાં વેચાતા ગોપી શ્રી દેશી ગાય ઘી, શ્રી અમૂર્ત ઘી, પ્રિયમ ગાય ઘી અને ખુશાલી ગાય ઘી ના સેમ્પલો પણ ગુણવત્તાના માપદંડો પર નિષ્ફળ નીવડ્યા છે. ભેળસેળયુક્ત અને અશુદ્ધ ઘી વેચવા બદલ AMC ફૂડ વિભાગ દ્વારા સંબંધિત એકમોને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તપાસ દરમિયાન શુદ્ધ ઘીના નામે વનસ્પતિ ઘીનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવા ઘી શુદ્ધ ધીના અડધા જેટલા ભાવે વેચાતા હોવાનું વેપારીએ જણાવ્યું હતું.

ઘીમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા વેપારીઓ સામે AMC ના દરોડાથી માધુપુરા માર્કેટ તેમજ આસપાસના ખાણીપીણીના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગ દ્વારા ફેલ થયેલા સેમ્પલોના આધારે વધુ જથ્થો જપ્ત કરવાની સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં પણ તહેવારો અને સામાન્ય દિવસોમાં અન્ન સુરક્ષા જાળવવા આવી કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

આ કાર્યવાહી ફક્ત માધુપુરા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ અમદાવાદ શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પણ ઘીનું અને અન્ય ખાદ્યપદાર્થોનું મોટા પાયે વેચાણ કરતા એકમો પર AMC દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું નકલી કે અયોગ્ય ગુણવત્તાવાળું ઘી બજારમાં ગ્રાહકો સુધી ન પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે ફૂડ વિભાગ દ્વારા આ ઝુંબેશને વધુ તેજ કરવામાં આવી છે.

તબીબો અને આરોગ્ય નિષ્ણાતો પણ ચેતવણી આપે છે કે નકલી ઘીના સેવનથી હૃદયરોગ, પાચનતંત્રની બીમારીઓ અને ફૂડ પોઇઝનિંગ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવી શકે છે. તેથી ગ્રાહકોએ પણ ઘી કે અન્ય ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. હંમેશાં અધિકૃત, પેક્ડ અને સરકાર માન્ય પ્રમાણિત માર્કો ચકાસીને જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો હિતાવહ છે. AMC ની આ સક્રિય કામગીરીથી શહેરના જાગૃત નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...