Tuesday, September 29, 2026

‘ગુજ્જુ લવ ગુરુ’ના પરિવાર માટે ગુજરાતીઓ બન્યા સહારો, 3.50 કરોડની આર્થિક મદદનો ધોધ વરસ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં સોશિયલ મીડિયા દ્વારા જાણીતા બનેલા ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના નિધન બાદ તેમના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડના પરિવારને લોકો તરફથી આર્થિક મદદનો ધોધ વરસ્યો છે. અત્યાર સુધીમાં પરિવારને કુલ રૂ.3.50 કરોડ જેટલી આર્થિક મદદ મળી હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ મુજબ, ગુજ્જુ લવ ગુરુના પરિવારને વિવિધ માધ્યમો થકી કુલ રૂ.3.50 કરોડની સહાય મળી ચૂકી છે. આ ભંડોળમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને બેંક ટ્રાન્સફર મારફતે ઓનલાઇન (Online) રૂ.2.96 કરોડનું દાન જમા થયું છે. આ ઉપરાંત, રૂબરૂ મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરનારા સ્નેહીઓ અને દાતાઓ દ્વારા રૂ.53.71 લાખની રકમ રોકડ (Cash) સ્વરૂપે પરિવારને સોંપવામાં આવી છે. આટલી મોટી રકમ એકઠી થતાં પરિવારના તમામ સભ્યોનું આર્થિક ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત બની ગયું છે.

તાજેતરમાં કોમેડી રીલ્સ અને વીડિયોના કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બનેલા ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. તેમના અચાનક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘરના મોભીની અચાનક વિદાયથી પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે કેટલાક સેવાભાવી લોકો અને ડિજિટલ ક્રિએટર્સ પરિવારની મદદ માટે આગળ આવ્યા અને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ક્રાઉડફંડિંગની પહેલ કરવામાં આવી.

શરૂઆતમાં પરિવારની મદદ માટે 2 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, આ અભિયાનને મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે એકત્ર થયેલી રકમ લક્ષ્યાંક કરતાં પણ ઘણી આગળ વધી ગઈ. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓએ પણ પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક સહયોગ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ અભિયાનમાં જોડાઈને પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને મદદની ભાવના વ્યક્ત કરી હતી.

હવે એકત્ર થયેલી આ મોટી રકમનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે તે અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ પરિવારના સભ્યો અને સેવાભાવી આગેવાનો સાથે ચર્ચા કરીને આગળની યોજના નક્કી કરવાની તૈયારી છે. પરિવારની લાંબા ગાળાની આર્થિક સુરક્ષા, બાળકોનું શિક્ષણ અને તેમના ભવિષ્યને પ્રાથમિકતા આપવામાં આવે તેવી શક્યતા છે. દાનની રકમનો યોગ્ય અને પારદર્શક રીતે ઉપયોગ થાય તે માટે પણ આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત પરિવાર માટે જરૂરી વ્યવસ્થા કર્યા બાદ જો કોઈ રકમ બાકી રહે તો તેનો ઉપયોગ સમાજના અન્ય જરૂરિયાતમંદ લોકો માટે થઈ શકે કે નહીં, તે દિશામાં પણ વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...