Saturday, October 10, 2026

અમદાવાદમાં નવરાત્રિ-દશેરાને લઈ પોલીસનું જાહેરનામું, ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસ ત્રણ વાગ્યા સુધી બંદોબસ્તમાં રહેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને શહેરીજનોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેર પોલીસ કમિશનરે ભારે વાહનોના પ્રવેશ પર નિયંત્રણ લાદતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ 11/10/2026 થી 21/10/2026 સુધી રોજેરોજ સવારે 8 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી શહેરમાં ભારે અને નિર્ધારિત ક્ષમતાથી વધુ પેસેન્જર વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

અગાઉના જાહેરનામા અનુસાર 7500 કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા ગુડ્ઝ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર-ટ્રોલી પર સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી પ્રતિબંધ હતો, તેમજ 33થી વધુ પેસેન્જર ક્ષમતા ધરાવતી બસો પર સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધ હતો. જો કે, નવરાત્રિ અને દશેરાના તહેવારોને ધ્યાને રાખી આ પ્રતિબંધનો સમય લંબાવીને રોજેરોજ સવારે 8 થી રાત્રે 2 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.ગરબાના રંગમાં રંગાયેલા નાગરિકો મોડી રાત્રે સરળતાથી અને સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો અને ગરબા સ્થળો પર રાત્રે 3 વાગ્યા સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

જાહેરનામાનો અમલ 21/10/2026ના રોજ રાત્રે 02 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ અગાઉના નિયમિત જાહેરનામાઓ આપોઆપ અમલમાં આવી જશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ફરજ બજાવતા જોઇન્ટ/એડિશનલ સીપીથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના તમામ કર્મચારીઓને જાહેરનામાનો ભંગ કરનારા ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત એસ. જી. હાઇવે પર વાય.એમ.સી.એ.થી કર્ણાવતી ક્લબ તરફનો બંધ કરાયેલો 1.5 કિમીનો સર્વિસ રોડ પ્રથમ નોરતે જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાશે. જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. તેમજ મોટા ગરબા સ્થળો અને મુખ્ય માર્ગોની આસપાસ વાહનોના ગેરકાયદે અને અવ્યવસ્થિત પાર્કિંગ સામે પોલીસે ઝુંબેશ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...