Saturday, October 17, 2026

અમદાવાદમાં ફરી નકલી સોસનો પર્દાફાશ, આ વિસ્તારમાંથી 10,000 કિલો નકલી સોસનો જથ્થો જપ્ત, એકમને સીલ કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી તપાસનો આ ત્રીજો દિવસ હતો. આ દરમિયાન શહેરના પોશ ગણાતા ગોતા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ગોતા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરી એકવાર મોટાપાયે ચાલતા નકલી ટોમેટો સોસના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આશરે 10,000 કિલો જેટલો નકલી અને ભેળસેળયુક્ત જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, ગોતા રેલવે સ્ટેશન નજીક આવેલા મેલડી એસ્ટેટમાં ‘આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ’ નામના એકમમાં સોસ બનાવવામાં આવતો હોવાની માહિતી ફૂડ વિભાગને મળી હતી. તેના આધારે અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતાં ટામેટાં સોસના નામે વેચાતો પદાર્થ અને તેને તૈયાર કરવા માટે વપરાતી સામગ્રી મળી આવી હતી.ફૂડ વિભાગે જથ્થો જપ્ત કરીને એકમને સીલ કર્યો છે. હવે સંબંધિત એકમ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય ટીમે તાત્કાલિક કડક પગલાં ભર્યા હતા. સ્થળ પરથી 10,000 કિલો નકલી સોસનો જથ્થો જપ્ત કરાયો હતો. આ બનાવટ અંગે આધાર મેળવવા તંત્ર સજ્જ બન્યું છે. અધિકારીઓ દ્વારા સોસના વિવિધ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેથી તેમાં રહેલા તત્વોની ચોક્કસ વિગતો જાણી શકાય. લેબ અહેવાલ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ રેકેટમાં સામે આવ્યું છે કે, ભેળસેળિયા વેપારીઓ ટોમેટો કેચઅપના બદલે ચટણીના નામે પોતાના ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. આ એક પ્રકારની છટકબારી હતી, જેનાથી તેઓ ફૂડ સેફ્ટીના નિયમો અને કાયદાકીય ગૂંચવણોથી બચી શકતા હતા. આ નકલી સોસમાં હાનિકારક રંગો અને સ્વાસ્થ્ય માટે અયોગ્ય એવા ભળતા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો કરે છે.

મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં ચીઝ અને પનીર જેવા ઉત્પાદનોમાં ભેળસેળની ઘટનાઓ સામાન્ય હતી, પરંતુ હવે ટોમેટો કેચઅપ જેવા રોજિંદા ઉપયોગમાં લેવાતા પદાર્થોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. આશરે એક જ અઠવાડિયામાં દાણીલીમડા બાદ ગોતામાંથી નકલી ટોમેટો કેચઅપ બનાવવાનું આ બીજું મોટું યુનિટ ઝડપાયું છે, જે શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ ઉભા કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...