Saturday, October 17, 2026

AMC ફૂડ વિભાગનો સપાટો : આ ગૃહ ઉદ્યોગમાંથી 1010 કિલો અસુરક્ષિત ખાદ્ય સામગ્રી જપ્ત કરાયો, જગ્યાને સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે AMC દ્વારા ફૂડ સેફ્ટી વિરુદ્ધ કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે AMCના હેલ્થ ફૂડ વિભાગની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલ એક મોટા ખાદ્ય એકમ પર અચાનક દરોડો પાડીને કુલ 1,010 કિલો ખાદ્યસામગ્રીનો જથ્થો જપ્ત કરી સીલ કરવા સુધીની મોટી કાર્યવાહી કરી છે.

રિપોર્ટ મુજબ, AMC ફૂડ વિભાગ જણાવ્યા મુજબ, બાતમીના આધારે ટીમ દ્વારા દાણીલીમડાના શાલીમાર એસ્ટેટ અને ગુડલક એસ્ટેટ વચ્ચે આવેલા ગોડાઉન નંબર 4માં ધમધમતા ‘A.N. Gruh Udhyog’ ખાતે અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એકમમાં ગંભીર પ્રકારની અનિયમિતતાઓ અને બેદરકારી સામે આવી હતી.ચેકિંગ દરમિયાન અનહાઈજેનિક કન્ડીશન જોવા મળી હતી અને ફુડસેફ્ટીની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું ન હોવાનું જોવા મળ્યું હતું. ખાદ્યસામગ્રીના ઉત્પાદનમાં નોનપરમીટેડ કલરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું.

એકમમાં ગંદકી અને અસુરક્ષિત રીતે બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રીને ધ્યાને લઈને AMCની ટીમે મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવ અને ફરસી પુરી સહિતનો કુલ 1010 કિલોગ્રામ શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો સ્થગિત (સીઝ) કરી દીધો છે અને એકમને સીલ કરી દેવામાં આવ્યું હતું.

AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ખાદ્ય વેપારીઓ અને એકમોના સંચાલકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે, અન્યથા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...