Sunday, October 25, 2026

ન્યૂ રાણીપની આ સોસાયટીમાં મેન્ટેનન્સના પૈસા અને જમવાના કૂપન મુદ્દે મારામારી, પોલીસે તપાસ હાથ ધરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સોસાયટીમાં મેન્ટેનન્સના પૈસા અને જમવાના કૂપનના મુદ્દે મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સોસાયટીના મેન્ટેનન્સના નાણાં અને જમવાના કૂપનને લઈને થયેલી બબાલમાં સોસાયટીના ખજાનચી સાથે મારામારી કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિક રહીશ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાને પગલે સાબરમતી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી શુકન સ્માઇલ સિટીમાં સોસાયટીના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની છે. સોસાયટીમાં રહેતા આલાપ શુક્લ નામના વ્યક્તિને સોસાયટીનુ મેન્ટનેન્સ બાકી હોવાથી સોસાયટીના સભ્યોએ જમવાની કૂપન આપી નહોતી. જેથી આલાપ શુક્લે ખજાનચી કનુ ચૌધરી અને અન્ય સોસાયટીના સભ્યો સાથે ખુલ્લા હાથની મારામારી કરી હતી.આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.આ ઘટના બાદ સોસાયટીના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે સોસાયટીના ખજાનચી કનુભાઈ ચૌધરીએ સાબરમતી પોલીસ મથકમાં આલાપ શુક્લ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીએ મેન્ટેનન્સ ભરવાને બદલે અન્ય સભ્યો સાથે પણ ગેરવર્તન કરી હુમલો કર્યો હતો. હાલમાં સાબરમતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...