Thursday, October 29, 2026

નારણપુરાની આ સોસાયટીની રીડેવલપમેન્ટ લઈને મિટિંગમાં બિલ્ડરની હાજરીમાં પત્રકાર પર હુમલાનો આરોપ, પોલીસ ફરિયાદ નોંધાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અગ્રણી ગુજરાતી દૈનિક અખબાર ‘સંદેશ’ના સિનિયર ક્રાઈમ રિપોર્ટર દીપક મસલાએ નારણપુરા હાઉસિંગ સોસાયટીના કેટલાક સભ્યો સામે હુમલો કરવા અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે ઘટનાના 24 દિવસ બાદ ફરિયાદ નોંધતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, ગત 4 ઓક્ટોબરના રોજ મેમનગર ખાતે GHBના રીડેવલપમેન્ટ ટેન્ડર અને ફ્લોરેન્ટિના રિયલ્ટી એલએલપીને આપવામાં આવેલા કામ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન વિવાદ સર્જાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

દીપક મસલાએ ઘાટલોડિયા પોલીસને કરેલી રજૂઆત મુજબ, નારણપુરા હાઉસિંગ સોસાયટીના પ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી જયેશ શુક્લા અને સભ્ય કુણાલ પટેલ સહિતના લોકો સાથે રીડેવલપમેન્ટને લઈને બોલાચાલી થઈ હતી. કેટલાક રહેવાસીઓએ પ્લાન અંગે ચર્ચા કરતા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત, તેમની સામે ખોટા કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એક મહિલાએ તેમને થપ્પડ મારી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

આ ઘટનાને પગલે દીપક મસલાએ ન્યાય મેળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા પોલીસે ઘટનાના 24 દિવસ બાદ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબને કારણે પણ આ મામલો ચર્ચામાં આવ્યો છે.

નારણપુરા હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટ ટેન્ડરને લઈને ઊભા થયેલા વિવાદમાં હવે પત્રકાર પર હુમલો અને ધમકી આપવાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે, ફરિયાદમાં જેમનાં નામ સામે આવ્યાં છે, તેમની સામેના આક્ષેપો અંગે પોલીસ તપાસ અને સંબંધિત પક્ષોની રજૂઆત બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...